શરીરમાં લોહીની ઉણપ છે? ભોજનમાં સામેલ કરો 5 વસ્તુઓ


By Kajal Chauhan03, Sep 2025 12:52 PMgujaratijagran.com

શરીરમાં લોહીની ઉણપ જેને એનિમિયા પણ કહેવાય છે. તે થાક, નબળાઈ અને ચક્કર આવવાનું એક મોટું કારણ બની શકે છે. આ ઉણપને દૂર કરવા માટે તમારા ભોજનમાં આ 5 વસ્તુઓ સામેલ કરી શકો છો.

લીલા શાકભાજી ખાઓ

શરીરમાં હિમોગ્લોબિનનું સ્તર વધારવા માટે પાલક, મેથી અને અન્ય લીલા પાંદડાવાળા શાકભાજી ખાવા જોઈએ. આ શાકભાજી આયર્નથી ભરપૂર હોય છે.

દૂધ અને ડેરી ઉત્પાદનો

લોહીની ઉણપને દૂર કરવા માટે તમારા આહારમાં દૂધ અને ડેરી ઉત્પાદનોનો સમાવેશ કરો. તેમાં રહેલું કેલ્શિયમ અને વિટામિન્સ શરીરને મજબૂત બનાવે છે અને લોહી બનાવવામાં મદદ કરે છે.

ફળોનો સમાવેશ કરો

સફરજન, દાડમ અને બીટ લોહી વધારવા માટે ઉત્તમ માનવામાં આવે છે. તેથી તમારી દૈનિક આહારમાં તાજા ફળોનો સમાવેશ કરવાનું ભૂલશો નહીં.

પ્રોટીન લો

ઈંડા, દાળ અને માછલી જેવા પ્રોટીન લોહી બનાવવા માટે ઉત્તમ સ્ત્રોત છે. આ ખોરાક હિમોગ્લોબિન સુધારવામાં પણ મદદ કરે છે.

આયર્ન સપ્લિમેન્ટ

શરીરમાં હિમોગ્લોબિનનું સ્તર હંમેશા સારું હોવું જોઈએ. જરૂર પડે ત્યારે ડૉક્ટરની સલાહ મુજબ આયર્નની ગોળીઓ અથવા સિરપ લઈ શકાય છે.

વિટામિન સી

દરેક વ્યક્તિના આહારમાં વિટામિન સી પણ જરૂરી છે. નારંગી, લીંબુ અને આમળા આયર્નના શોષણને વધારે છે.

જંક ફૂડથી બચો

આજકાલની બદલાતી જીવનશૈલી અને ખોટી ખાનપાનની આદતોને કારણે પણ શરીરમાં લોહીની ઉણપ થઈ રહી છે. તેથી, પેકેજ્ડ અને તૈલીય ખોરાક ખાવાથી બચો.

40 વર્ષ પછી મહિલાઓએ આ મેડિકલ ટેસ્ટ અવશ્ય કરાવવા જોઈએ