વરતાદી ઋતુમાં ખોડાની સમસ્યાથી લોકો પરેશાન રહે છે. ચાલો જાણીએ કે તમે કેવી રીતે ખોડાની સમસ્યાથી છુટકારો મેળવી શકો છો.
લીંબુનો રસ માથીની ખોપરી પર 5 મિનિટ સુધી લગાવી રાખો. લીંબુની મદદથી તમારા વાળમાં રહેલો ખોડો મૂળમાંથી નાબૂદ કરી શકાય છે.
લીંબુ કેટલાક લોકોને માફક આવતું નથી તેથી આ ઘરેલું ઉપાય અજમાવતા પહેલા તમારે કેટલીક સાવચેતી રાખવી પડશે.
એપલ સીડર વિનેગરને પાણીમાં મિક્સ કરીને વાળ ધોતા પહેલા વાળમાં લગાવો. તમારા વાળમાં રહેલ ખોડો દૂર થઈ શકે છે.
ટી ટ્રી ઓઈલ તમારા વાળના સ્વાસ્થ્ય માટે ખબૂ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. ચાલો જાણીએ કે તમે તેનો ઉપયોગ કેવી રીતે કરી શકો છો?
ટી ટ્રી ઓઈલમાં થોડું નાળિયેર તેલ મિક્સ કરીને વાળમાં લગાવો અને ખોડાથી છુટકારો મેળવો.
એલોવેરા જેલ તમારા વાળના સ્વાસ્થ્યને જાળવવા અને મૂળમાંથી ખોડો દૂર કરવામાં અસરકારક સાબિત થઈ શકે છે.
તમે ભીના વાળમાં બેકિંગ સોડાની પેસ્ટ લગાવીને પણ ખોડાથી રાહત મેળવી શકો છો.
ચોમાસામાં તમારે આ ઘરગથ્થુ ઉપાય પણ આજમાવવા જોઈએ. તમે માત્ર 10 થી 15 દિવસમાં ખોડાથી છુટકારો મેળવી શકો છો.