સતત બદલાતી લાઇફસ્ટાઇલમાં ખોટાં ખાનપાનને લીધે આજના સમયમાં વજન વધવાની સમસ્યાથી લોકો હેરાન છે.
વજન કન્ટ્રોલ કરવા માટે લોકો ડાયટિંગનો સહારો લે છે પણ વજન ઓછું ના થતું હોય તો, આ ઘરેલુ રીતે વજન ઓછું કરી શકો છો.
પોતાના ડાયટમાં ફાયબર અને પ્રોટીન યુક્ત વસ્તુનું વધુ સેવન કરો. ફાઇબર ભૂખને કન્ટ્રોલ કરે છે અને વધુ સમય સુધી ભૂલ લાગતી નથી.
જ્યારે આહાર લો, ત્યારે અલ્પ પ્રમાણમાં લેવો. એકવારમાં ક્યારેય પેટ ભરીને જમવું નહીં. હંમેશા થોડુંક ભૂખ્યું રહેવું.
દરરોજ 3-4 લીટર પાણી પીવું. તેનાથી શરીરમાં રહેલાં ટોક્સિન બહાર નીકળી જશે અને શરીર હાઇડ્રેડ રહેશે.
દરરોજ સવાર-સાંજ ચાલવું જોઈએ. તમે આ માટે યોગાસનનો સહારો લઈ શકો છો.
દરરોજ 8 કલાકની ઉંઘ લેવી જોઈએ. એક્સપર્ટ મુજબ તણાવ વધવાને લીધે પણ શરીર વધે છે એટલે પૂરતી ઊંઘ લેવી.