રાતે નસકોરાથી પરેશાન હોવ તો અપનાવો આ ઘરેલુ નુસખા, જલ્દી મળશે આરામ


By Sanket Parekh15, Apr 2023 02:18 PMgujaratijagran.com

નસકોરાના કારણ

નાક અને ગળાના મસલ્સ નબળા પડવાના કારણે, વજન વધવાથી, શરદી થવાથી, સ્મોકિંગ, લંગ્સમાં પ્રોપર ઑક્સિજન ના પહોંચવા પર, સાઈનસની સમસ્યાના કારણે નસકોરા બોલે છે

તજનો પાવડર

જો તમે નસકોરાની સમસ્યાથી પરેશાન હોવ, તો 2-3 ચમચી તજનો પાવડર એક ગ્લાસ હુંફાળા પાણીમાં મિલાવીને પી લેવું જોઈએ. જલ્દી ફરક દેખાશે

લસણ

નસકોરાથી રાહત મેળવવા માટે રોજ સૂતા પહેલા લસણની એક કળીને હુંફાળા પાણી સાથે ગળી જાવ. જેનાથી રાહત મળશે

દેશી ઘી

દેશી ઘી નસકોરાની સમસ્યામાં રામબાણનું કામ કરે છે. સૂતા પહેલા ઘીને થોડું ગરમ કરીને નાકમાં નાંખી દેવું જોઈએ. જેનાથી ઘણી રાહત મળશે.

હળદર અને દૂધ

નસકોરા તેમજ સાઈનસની સમસ્યાથી રાહત મેળવવા માટે દરરોજ સૂતા પહેલા એક ગ્લાસ હળદર વાળું દૂધ પીવાની આદત રાખો. જેથી રાહત મળશે

ફૂદીનાનો ઉપયોગ

ફૂદીનાના તેલને હુંફાળા પાણીમાં નાંખીને કોગળા કરી શકો છો. જેનાથી પણ નસકોરામાં મોટી રાહત મળે છે.

યોગ કરો

આ તમામ ઘરેલુ ઉપાય અજમાવવા સાથે તમે નસકોરાથી રાહત મેળવવા માટે રેસ્પિરેટ્રી સાથે સંકળાયેલ યોગ તેમજ પ્રાણાયામ કરી શકો છો, આ સાથે જ વજન પણ કંટ્રોલ કરો.

સવારે ખાલી પેટ નારંગીનો જ્યૂસ પીવાના ફાયદા