શિયાળામાં ઘણા લોકો કમરના દુખાવાથી પરેશાન થતા હોય છે.
કમર એટલી દુખતી હોય છે કે, ગમે તેટલી દવા કરવા છતાં કોઈ ફરક પડતો નથી.
કમરનો દુખાવો દૂર કરવાના બે ત્રણ ઘરેલુ ઉપાયો છે, જેના વિશે અમે તમને જણાવીશું.
અજમો અને ગોળ બંને સરખી માત્રામાં લઈ મિક્સ કરી લો.
આ મિશ્રણનું દરરોજ સવારે અને બપોરે સેવન કરવાથી દુખાવો દૂર થાય છે.
સૂઠ અને ગોખરું બંને સરખી માત્રામાં લઈને ઉકાળો બનાવો.
આ ઉકાળાનું સેવન દરરોજ સવારે અને સાંજે કરવાથી કમર દર્દ દૂર થાય છે.
દરરોજ સાંજે સૂતી વખતે સૂઠ વાળું પાણી પીવાથી કમરનો દુખાવો દૂર થાય છે.
સ્વાસ્થ્ય અને જીવનશૈલી સંબંધિત તમામ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.