ઘણા લોકોને પગમાં બળતરા તથા ખંજવાળની સમસ્યા થતી હોય છે. આ સમસ્યાના કારણે લોકો બીજા કામ પર પણ ધ્યાન આપી શકતા નથી.
જો તમારા પગના તળીયામાં બળતરા થાય છે તો તેના ઘણા કારણો હોય શકે છે જેમાનુ મુખ્ય કારણ નસમાં નુકસાન થવું પણ છે.
પગના તળિયામાં થતી બળતરામાં રાહત મેળવવા માટે કેટલાક ઘરેલુ ઉપાય છે. ચલો તેના પર નજર કરીએ.
જો પગનાં તળીયામાં હદથી વઘારે બળતરા થઈ રહી છે તો તમે બરફના પાણીમાં પગ રાખીને બેસી શકો છો. આવુ કરવાથી તમારી આ સમસ્યા કેટલીક હદ સુધી ઓછી થઈ જશે.
પગના તળિયામાં થતી બળતરામાં રાહત મેળવવા માટે આદુના તેલનો ઉપયોગ કરી શકો છો. તમે પગના તળિયામાં આદુનાં તેલની માલિસ કરી શકો છો.
પગના તળિયામાં થતી બળતરામાં રાહત મેળવવા માટે તળિયાનાં ભાગમાં ઠંડો સેક લઈ શકો છો. આ માટે તમે એક નાનાં કપડામાં બરફના ટુકડા નાખો અને થોડીવાર પગનાં તળિયામાં ઠંડો સેક લો.
સેક સિવાય પણ તમે ખૂબ જ સરળતાથી પગના તળિયામાં થતી બળતરામાંથી રાહત મેળવી શકો છો. આ સમસ્યામાંથી છૂટકારો મેળવવા માટે તમે સૂતા સમયે પગના નીચે તકીયો રાખીને સૂઈ શકો છો.