કાળા અને સૂકા હોંઠની સમસ્યા દૂર કરવા માટે અપનાવો આ ઘરેલૂ ઉપાયો


By Prince Solanki18, Dec 2023 01:30 PMgujaratijagran.com

ઠંડીનો સમય

ઠંડી આવતાની સાથે ચામડી અને હોંઠ બન્ને કાળા પડીને સૂકાઈ જાય છે. જે દેખાવમા ખરાબ લાગે છે.

કેવી રીતે કરીએ ઉપાય?

જો ઠંડીમા કોઈના હોંઠ કાળા પડે છે અથવા તો સૂકાઈ જાય છે તો કેટલાક ઘરેલૂ ઉપાયોને અમલમા મૂકીને તમે એ સમસ્યાને દૂર કરી શકો છો.

ઘરેલૂ ઉપાય

ચલો કાળા અને સૂકા હોંઠોની સમસ્યા દૂર કરવા માટેના કેટલાક ઉપાયો વિશે ચર્ચા કરીએ.

નારિયેળ તેલ

રાતે સૂતા પહેલા તમે હોંઠો પર 2-3 ટીંપા નારિયેળ તેલના લગાવી શકો છો. નારિયેળ તેલને લગાવવાથી હોંઠ સૂકાતા નથી.

ગુલાબ જળ

ગુલાબ જળ ચામડી માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. કાળા હોંઠોની સમસ્યાથી છૂટકારો મેળવવા માટે તમે ગુલાબ જળને હોંઠ પર લગાવી શકો છો.

બદામ તેલ

સૂકા પડેલા હોંઠોથી રાહત મેળવવા માટે તમે રાતે બદામના તેલથી હોંઠોની માલિશ કરી શકો છો. આમ કરવાથી હોંઠ પણ ગુલાબી બને છે.

એલોવેરા લગાવો

કાળા અને સૂકા હોંઠોથી રાહત મેળવવા માટે તમે એલોવેરા જેલનો ઉપયોગ કરી શકો છો. એલોવેરા જેલ ચામડી માટે રામબાણ ઈલાજ છે.

આ વાતનુ ધ્યાન રાખો

સામાન્ય રીતે હોંઠ સૂકાઈ જતા લોકો વારંવાર જીભ સાથે ટચ કરાવતા હોય છે, પણ આવુ કરવાથી બચવુ જોઈએ.

આવી અન્ય લાઈફસ્ટાઈલ સંબધિત જાણકારી મેળવવા માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ ન્યૂઝ એપ

હેર ગ્રોથ ટિપ્સ : મુલાયમ અને મજબૂત વાળ કરવા માટે લસણ અને સરસવનું તેલ લગાવો