હોળી પર્વના 8 દિવસ પહેલા હોળાષ્ટક બેસે છે, જેમાં દરેક માંગલિક કાર્યો બંધ થઇ જાય છે
આ વર્ષે 28 ફેબ્રુઆરીથી હોળાષ્ટક શરુ થશે અને 7 માર્ચ સુધી રહેશે. હોળી 7 માર્ચે અને ધુળેટી 8 માર્ચે ઉજવાશે.
હોળાષ્ટકમાં લગ્ન અને સગાઈ જેવા માંગલિક કાર્યો બંધ થઇ જાય છે.
આ દરમિયાન મુંડન અને નામકરણ સંસ્કાર પણ ન કરી શકાય
હોળાષ્ટક દરમિયાન સોના અને ચાંદીના આભૂષણો ન ખરીદો.
હોળાષ્ટકમાં માતાજી સંબંધિત હોમ-હવન ન કરી શકાય. ગ્રહો સંબંધિત હોમ-હવન કરવાની છૂટ હોય છે.
હોળાષ્ટકમાં કોઈ પણ શુભ કાર્યની શરુઆત કરવી નહીં.