High Cholesterol Symptoms: કૉલેસ્ટ્રોલ વધવા પર શરીરમાં જોવા મળે છે આ 4 લક્ષણ


By Sanket M Parekh31, May 2025 04:01 PMgujaratijagran.com

કૉલેસ્ટ્રોલ વધવું

આજના સમયમાં આપણામાંથી ઘણાં લોકોને કૉલેસ્ટ્રોલ વધવાની સમસ્યાનો સામનો કરવો પડે છે. તો ચાલો જાણીએ, શરીરમાં કૉલેસ્ટ્રોલ વધવા પર કેવા લક્ષણો જોવા મળી શકે છે.

ખાણી-પીણી પર ધ્યાન આપો

શરીરને હેલ્ધી રાખવા માટે ખાણી-પીણી પર વિશેષ ધ્યાન આપવું જોઈએ. આ માટે તેમણે પોતાની ડાયટમાં પોષક તત્વોથી ભરપુર વસ્તુઓને સામેલ કરવી જોઈએ.

કૉલેસ્ટ્રોલ વધવાના લક્ષણ

શરીરમાં કૉલેસ્ટ્રોલ વધવા પર અનેક લક્ષણો જોવા મળી શકે છે. આ લક્ષણોને નજરઅંદાજ કરવાથી સમસ્યા વધવા લાગે છે અને સ્વાસ્થ્ય પર વિપરિત અસર પડી શકે છે.

થાકની સમસ્યા

શરીરમાં કૉલેસ્ટ્રોલ વધવા પર બ્લડ સર્ક્યુલેશન અવરોધાય છે. જેના પરિણામે શરીરમાં એનર્જીની કમી થવા લાગે છે. આ સાથે જ વ્યક્તિને થાકનો અહેસાસ થવા લાગે છે.

પગમાં દુખાવો થવો

ઘણી વખત કૉલેસ્ટ્રોલ વધવાના કારણે શરીરના અનેક ભાગો સુન્ન પડી જાય છે. જ્યારે પગમાં પણ દુખાવો ઉપડે છે. જેને કંટ્રોલમાં કરવા માટે ડાયટ પર વિશેષ ધ્યાન આપવું જોઈએ.

વજન વધવું

શરીરમાં કૉલેસ્ટ્રોલ વધવા પર ફેટ પણ વધારે પેદા થવા લાગે છે. જેના પરિણામે વ્યક્તિનું વજન અચાનક વધવા માંડે છે. આટલું જ નહીં, વ્યક્તિને શ્વાસ લેવામાં સમસ્યા પણ થાય છે.

છાતીમાં દુખાવો

કૉલેસ્ટ્રોલ વધવા પર છાતીમાં દુખાવો થવા લાગે છે. જો તેને સાધારણ સમજવાની ભૂલ કરવામાં આવે, તો લાંબા ગાળે તે હાર્ટ સબંધિત બીમારીઓનું મોટું કારણ બની શકે છે.

એક્સરસાઈઝ કરો

શરીરને એકદમ ફિટ રાખવા માટે દરરોજ ઓછામાં ઓછી 20-30 મિનિટ એક્સરસાઈઝ અચૂક કરવી જોઈએ. જેનાથી કૉલેસ્ટ્રોલ પણ કંટ્રોલમાં રહે છે.

જાણો, કઈ 8 વસ્તુઓ સારા કોલેસ્ટ્રોલની પાવર બેંક છે