ઉનાળામા સીધો કોલ્ડ શાવર લેવો ના જોઈએ, એકદમથી તાપમાનમાં તીવ્ર ઘટાડો શરીર સ્વાસ્થ્ય માટે સારું ગણી ના શકાય
અતિશય ગરમીમાં પાછા આવ્યા પછી ઠંડુ પાણી પીવું પણ નુકસાનકારક છે. ગરમીમાંથી આવ્યા પછી હુંફાળુ માટલાનું પાણી પીવું ફાયદાકારક છે.
ગરમીમાં વારંવાર પાણી પીતા રહો, સાદુ પાણી, નાળિયેરનું પાણી વગેરેનું સેવન કરી, શરીરને હાઇડ્રેટ રાખો
ગરમીમાં છાંયડાવાળા જગ્યા શોધી આરામ કરો, ઠંડાં હુંફાળા પાણીથી મોઢું ધોઈ ગરમીથી રાહત મેળવો
ગરમીમાં ભારે ભોજન તમારા પાચન તંત્ર પર ખરાબ અસર કરે છે, માટે ફળો અથવા દહીં જેવા હળવા ખોરાક ખાવો જોઈએ.
કેફીન અને આલ્કોહોલ તમને વધુ ડિહાઇડ્રેટ કરી શકે છે. તેના બદલે પાણી, ઠંડી છાશ અથવા હર્બલ ટી પસંદ કરો.
માથાનો દુખાવો, ચક્કર, ઉબકા, કે વધુ પડતો પરસેવો હીટસ્ટ્રોકના લક્ષ્ણો હોય શકે છે, માટે તેની અવગણના ના કરવી જોઈએ.
એકદમ નીચું ટેમ્પ્રેચર પર એસી નો ઉપયોગ ટાળો, એસી મધ્યમ ટેમ્પ્રેચર પર ઉપયોગમાં લો.