વિન્ટર વેટ લોસ ટિપ્સ : શિયાળામાં વજન ઘટાડવા માટે આ ડ્રિંક્સનું સેવન કરો


By Vanraj Dabhi28, Nov 2023 03:01 PMgujaratijagran.com

આ ડ્રિંક્સનું સેવન કરો

શિયાળામાં વજન વધવાના ઘણા કારણો હોઈ શકે છે લોકો વધુ પડતી કેલરી લેવા અથવા આળસને કારણે કસરત કરવાનું બંધ કરી દે છે. આવી સ્થિતિમાં તમે આ સિઝનમાં વજન ઘટાડવા માટે આ ડ્રિંક્સપી શકો છો.

બીટનું જ્યુંસ પીવો

બીટરૂટમાં આયર્ન પૂરતી માત્રામાં જોવા મળે છે. તે શરીરમાંથી ઝેરી તત્વોને દૂર કરવામાં મદદ કરે છે. આ પીણાને સ્વાદિષ્ટ બનાવવા માટે તમે લીંબુ અને મરચાનો પણ ઉપયોગ કરી શકો છો.

ગાજરનો જ્યૂસ

આ સાથે તમે શિયાળામાં ગાજરનો રસ પણ પી શકો છો. ગાજરમાં ફાઈબર મળી આવે છે જે વજન ઘટાડે છે. આ સિવાય તેમાં ઘણા બધા વિટામિન્સ અને મિનરલ્સ મળી આવે છે જે સ્વાસ્થ્યને બીજા ઘણા ફાયદા આપે છે.

લીંબુ પાણી ડ્રિંક

લીંબુ પાણી પીવાથી ઝડપથી વજન ઘટાડવામાં મદદ મળે છે. રાત્રે લીંબુ પાણી પીને ઉંઘવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે. લીંબુ મેટાબોલિઝ્મ વધારે છે અને ફેટ ઓછું કરે છે. ઉંઘતા પહેલા એક ગ્લાસ હૂંફાળા પાણીમાં અડધો લીંબુનો રસ ભેળવીને પીવો.

મધ અને લીંબુ ડ્રિંક

સવારે ખાલી પેટ ઉઠીને લીંબુ પાણીમાં મધ ઉમેરીને પીવાથી વજન ઘટે છે. આ માટે એક ગ્લાસ ગરમ પાણીમાં એક અડધો લીંબુ નીચવીને નાખી દો. ત્યારબાદ તેમાં એક ચમચી મધ ઉમેરીને પી લો.

જીરા અને તજ ડ્રિંક

જીરા અને તજના પાણીથી વજન ઘટે છે. રાત્રે જીરા અને તજને એક ગ્લાસ પાણીમાં પલાળીને મૂકી દો. ત્યારબાદ સવારે પાણીને ગાળીને અલગ કરી લો. ગરમ કરીને ખાલી પેટ પી લો.

લસ્સી પીવો

લસ્સી પીવાથી પણ વજન ઘટાડવામાં મદદ મળે છે. આ માટે લસ્સી પણ ફેટ લોસ ઘટાડવા માટે સરળ ઉપાય છે.

વાંચતા રહો

જીવનશૈલી અને સ્વાસ્થ્ય સંબંધિત તમામ સમાચારો માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

શિયાળામાં આળસ દૂર કરવા માટે આ રીતો અનુસરો