બદામ કે અખરોટ, કયું છે સૌથી વધુ હેલ્ધી?


By Smith Taral29, Feb 2024 06:27 PMgujaratijagran.com

આપણે શરીરમાં પોષકતત્વો અને મગજના સારા સ્વાસ્થ્ય માટે બદામ અને અખરોટ ખાતા હોઈએ છે. તેવામા બદામ અને અખરોટ પોષકતત્વોથી ભરપૂર હોય છે, પણ આ બંનેમા વધુ ફાયદાકારક કયું તે આપણે આ સ્ટોરી માં જાણીશું.

બદામ

બદામમાં વિટામિન સી અને એન્ટીઓક્સિડન્ટ રહેલા હોય છે જે મગજના કોષોને ઓક્સીડેટીવ સ્ટ્રેસથી બચાવે છે.

પોષકતત્વયુક્ત આહાર

બદામ પોષકતત્વયુક્ત ખોરાક છે પરંતુ તેની અસરકારકતા એટલી ઝડપી હોતી નથી. બદામ ખાવાથી મગજને લાંબા સમય સુઘી સ્વસ્થ રાખી શકાય છે.

અખરોટ

એક અભ્યાસ પ્રમાણે, અખરોટમા રહેલો ઓમેગા-3 ફેટી એસિડ મગજમાં બ્લડ ફ્લોને વધારવામાં મદદ કરે છે.

વજન ઘટાડે છે

એક અભ્યાસથી બહાર આવ્યું છે જે અખરોટનું સેવન કરે છે તેમનું 65% વજન ઓછુ હોય છે, જે નથી ખાતા તેમની સરખામણીમાં.

કયો છે બેસ્ટ ઓપ્શન

જો તમે એકાગ્રતા વધારવા માંગતા હોવ તો અખરોટ બદામ કરતા વધારે સારુ છે. તેમા રહેલા એન્ટીઓકસીડન્ટ ગુણો અને તેમા રહેલુ ઓમેગા 3 ફેટી એસિડ અખરોટને મગજની કાર્યશક્ષમતા માટે એક સારો વિકલ્પ બનાવે છે

આ એક સામાન્ય માહિતી છે, વધુ જાણકારી માટે તમારા ડોક્ટરની સલાહ લેવી. હેલ્થ સંબધિત વધુ જાણકારી માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ.

કાળી દ્રાક્ષ ખાવાના અદ્ભુત ફાયદા વિશે જાણી લો