જમવાનું કયા તેલમાં રાંધવું જોઈએ


By Jivan Kapuriya17, Jan 2024 05:58 PMgujaratijagran.com

સૌથી મોટો સવાલ

હેલ્ધી ખાવાનું બનાવવા માટે સારી ગુણવતાવાળું તેલ હોવું જરૂરી છે. સૌથી મોટો સવાલ એ થાય કે કયા તેલમાં રાંધવું. તો ડો. રેખા રાધામણી અહીં જણાવી રહ્યા છે કે કયા તેલમાં રાંધવું...

તલનુ તેલ

આયુર્વેદિક ડોક્ટર રેખા રાધામણીના મતે તલનું તેલ પોષકતત્વોના અવશોષણ માટે સૌથી સારું માનવમાં આવે છે. તેમા જમવાનું બનાવવાનું હેલ્ધી માનવમાં આવે છે.

સરસવનું તેલ

સરસવનું તેલ ગરમ પ્રકૃતિનું હોય છે. ડાયાબિટિસના દર્દીઓ માટે તે સારું હોય છે.

નારિયેલ તેલ

જો તમે વધારે કસરત કરો છો અને થાકી જાઓ છો તો તમારે નારિયેલના તેલમાં રાંધવું જોઈએ. તેના ઉપયોગથી ઘણી બીમારીનું જોખમ ટળી જાય છે.

વજન ઘટાડામાં

જો તમે વજન ઘટાડી રહ્યા હોય તો તમારે નારિયેલ તેલમાં જમવાનું બનાવવું જોઈએ. તેનાથી મેટાબોલિઝમ બૂસ્ટ થાય છે.

ઘી

ઘીમાં જમવાનું બનાવવાને પણ હેલ્ધીમાનવમાં આવે છે. તે બ્લડ, સ્નાયુઓ, હાડકા અને રિપ્રોડક્ટિવ ટિશ્યૂઝને પોષણ આપે છે.

શીંગનું તેલ

તો તમારી પાચન ક્ષમતા સારી છે તો તમારે આ તેલનું સેવન કરવું જોઈએ. આ તેલ વાતને વધારે છે તેથી પચવામાં ભારે પડી શકે છે.

ઓલિવ તેલ

ઓલિવ ઓઈલ પણ હેલ્ધી ઓપ્શન છે. વજન ઘટાડવામાં મદદ મળે છે.

આવી રસપ્રદ માહિતી વાંચાવ માટે ગુજરાતી જાગરણ સાથે જોડાયેલા રહો.

શિયાળામાં દ્રાક્ષ ખાવાથી આ અદ્ભુત ફાયદા મળે છે