મહિલાઓના સ્વાસ્થ્ય માટે વરદાન છે મેથીના દાણાનું સેવન, જાણો તેના મેજિકલ ફાયદા


By Sanket M Parekh2023-05-20, 16:34 ISTgujaratijagran.com

પોષક તત્ત્વો

પ્રોટીન, ફાઈબર, કેલ્શિયમ, આયરન, પોટેશિયમ, વિટામિન્સ અને મિનરલ્સથી ભરપુર મેથી મહિલાઓના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદેમંદ છે.

બ્રેસ્ટ ફીડિંગમાં લાભદાયક

બ્રેસ્ટફીડિંગ કરાવતી મહિલાઓ માટે મેથીના દાણા ખૂબ જ ફાયદેમંદ છે. જેનાથી બનેલી ચા અથવા તેનું પાણી પીવાથી દૂધનું ઉત્પાદન વધે છે.

પ્રેગ્નેન્સીમાં ફાયદેમંદ

પ્રેગ્નેન્ટ મહિલાઓ મેથી દાણાનું પાણી અથવા ચા બનાવીને પી શકે છે. જેનાથી હોર્મોન્સ બેલેન્સ રહે છે અને મૂડ સ્વિંગ્સ નથી થતો. મેથીમાં આયરન હોવાથી લોહીની ઉણપ પણ દૂર થાય છે.

પીરિયડ્સમાં ફાયદેમંદ

મેથીના દાણા ખાવાથી પીરિયડ્સ દરમિયાન થનારા ક્રેમ્પ્સમાં રાહત મળે છે. આ સાથે આ દરમિયાન થતાં દર્દ અને બ્લડ ફ્લોમાં થતી પરેશાનીમાં આરામ મળે છે.

બ્લડ સુગર કંટ્રોલ કરે

મેથીના દાણા બ્લડ સુગરને કંટ્રોલ કરવામાં મદદગાર છે. ડાયાબિટીઝના દર્દીઓ માટે તે રામબાણ ઈલાજ છે. મેથીના દાણાને પાણીમાં પલાળીને રાખો અને સવારે ચાવીને ખાધા બાદ તે પાણી પી જાવ

કબજિયાતમાં રાહત

મોટાભાગની મહિલાઓમાં કબજિયાત અને પાચન સાથે સંકળાયેલી અન્ય સમસ્યા હોય છે. આ માટે મેથીના દાણાનો ઉપયોગ બેસ્ટ રહેશે. મેથીના દાણીને પાણીમાં પલાળીને અથવા તેનો પાવડર બનાવીને ખાઈ શકો છો.

મેનોપૉજની સમસ્યા

મેનોપૉજ બાદ મહિલાઓમાં થનારા ફેરફાર માટે મેથી ફાયદેમંદ છે. મેથીમાં રહેલા ગુણ મેનોપોજ દરમિયાન મહિલાઓમાં થતાં હોર્મોનલ પ્રોબ્લેમ્સ વગેરેને નિયંત્રિત કરે છે.

વજન ઓછું કરે

મેથીના દાણા વજન પણ કંટ્રોલ કરે છે અને પ્રજનન ક્ષમતા પણ વધારે છે. આ સાથે જ સ્કિન સબંધી સમસ્યાઓને ઓછી કરવામાં પણ મેથી મદદગાર છે.

સુંદર દેખાવા માટે ઘરે જ વાળને કરો હાઈલાઈટ, બસ આ ટિપ્સ કરો ફૉલો