Uric Acid: શું હાઈ યુરિક એસિડમાં નાશપતી ખવાય?


By Sanket M Parekh09, Aug 2025 03:38 PMgujaratijagran.com

યુરિક એસિડ શું છે?

યુરિક એસિડ એક નકામો પદાર્થ (વેસ્ટ પ્રોડક્ટ) છે, જે આપણા શરીરમાં પ્યુરિન નામના પદાર્થના તૂટવાથી બને છે. જો યુરિક એસિડ સાંધામાં જમા થઈ જાય, તો તેના કારણે ચાલવામાં-ફરવામાં મુશ્કેલી થવા લાગે છે.

શું નાશપતી ખાવી જોઈએ?

આજે અમે આપને જણાવીશું કે, હાઈ યુરિક એસિડમાં નાશપતી ખાવી જોઈએ કે કેમ? તો ચાલો તેના વિશે વિગતવાર જાણીએ, જેથી આપને સાચી અને યોગ્ય માહિતી મળી શકે.

પોષક તત્વો

નાશપતી ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. જેમાં વિટામિન-સી, વિટામિન-કે, ફાઈબર, પોટેશિયમ, કોપર,કેલરી, પ્રોટીન અને કાર્બોહાઇડ્રેટ જેવા પોષક તત્વો મળી આવે છે.

નાશપતી લિમિટમાં ખાવ

હાઈ યુરિક એસિડમાં નાશપતિનું સેવન લિમિટમાં જ કરવું જોઈએ, કારણ કે તેમાં પ્યુરિનનું લેવલ ઓછું હોય છે. જો કે તેમાં ફ્રુક્ટોઝનું પ્રમાણ વધારે હોય છે.

હાર્ટને હેલ્ધી રાખે

હાલના દિવસોમાં લોકો ઝડપથી હાર્ટ સબંધિત બીમારીઓનો શિકાર બની રહ્યા છે.એવામાં હાર્ટને હેલ્ધી રાખવા માટે નાશપતી ખાઈ શકાય છે, કારણ કે તેમાં પોટેશિયમ મળે છે, જે હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરી શકે છે.

ઈમ્યુનિટી સ્ટ્રોન્ગ

ચોમાસામાં આપણી રોગ પ્રતિકારક શક્તિ અર્થાત ઈમ્યૂનિટી નબળી પડી જતી હોય છે. એવામાં તમે નાશપતી ખાઈ શકો છે, કારણ કે તેમાં રહેલ વિટામિન C તમારી ઈમ્યૂનિટીને બૂસ્ટ કરે છે.

પેટને સ્વસ્થ રાખે છે

નાશપતી ફાઈબરનો સમૃદ્ધ સ્ત્રોત છે, જે પેટને સારું રાખવામાં અને નબળા પાચનથી પીડિત લોકો માટે ફાયદાકારક છે.

હાડકાં મજબૂત બનાવે

નાશપતીમાં વિટામિન-કે અને કેલ્શિયમ હોય છે, જે નબળા હાડકાંને મજબૂત બનાવવામાં મદદ કરે છે.

વરસાદની ઋતુમાં ડેન્ગ્યુથી બચવાના 5 ઉપાય