બાફેલા ઈંડા ખાવાના છે અનેક ફાયદા, દૂર થઈ શકે છે અનેક બીમારી


By Sanket M Parekh23, Sep 2023 04:12 PMgujaratijagran.com

શરીરને થતા ફાયદા

બાફેલા ઈંડા ન્યૂટ્રિશનથી ભરપુર હોય છે, જે સ્વાસ્થ્ય, સ્કિન અને વાળ માટે ખૂબ જ ફાયદેમંદ હોય છે. તો ચાલો જાણીએ ઈંડા ખાવાથી શું ફાયદો થાય છે?

ગુડ કોલેસ્ટ્રૉલ

એક સ્ટડી મુજબ, જો તમને 6 સપ્તાહ સુધી 2 બાફેલા ઈંડા ખાતા રહો, તો શરીરમાં ગુડ કોલેસ્ટ્રૉલનું પ્રમાણ વધી શકે છે.

આંખો માટે જરૂરી

જેમાં વિટામિન-એ પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે, જે આંખો માટે ફાયદેમંદ નીવડે છે.

ઈમ્યૂનિટી બૂસ્ટર

બાફેલા ઈંડામાં એન્ટી ઑક્સીડેન્ટ, પ્રોટીન સહિત અનેક વિટામિન્સ પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે. જે ઈમ્યૂનિટીને મજબૂત બનાવવામાં મદદ કરી શકે છે.

હાડકા માટે ફાયદેમંદ

ઈંડામાં વિટામિન-ડી પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે. જે હાડકાને સ્વસ્થ રાખવા માટે સુપરફૂડ સાબિત થઈ શકે છે.

મેમરી પાવર

ઈંડામાં કોલીન મળી આવે છે, જે બ્રેઈન માટે જરૂરી છે. જેનાથી મેમરી પાવર વધારવામાં મદદ મળી શકે છે.

કેપ્સીકમ ખાવાથી આ 7 સ્વાસ્થ્ય ફાયદા મળે છે, જાણી લો જલ્દી