Health Tips: એક દિવસમાં કેટલું પાણી પીવું જોઈએ?


By Sanket M Parekh29, Sep 2024 03:22 PMgujaratijagran.com

પાણી જરૂરી

શરીરને તંદુરસ્ત રાખવા માટે પાણી પીવું જરૂરી છે. પાણી પીવાથી શરીરને અઢળક ફાયદા થાય છે. જે શરીરને ડીહાઈડ્રેશનથી બચાવે છે.

3-4 લીટર પાણી

એક વ્યક્તિએ દિવસમાં ઓછામાં ઓછું 3-4 લીટર પાણી પીવું જોઈએ. જેથી શરીરમાં પાણીની કમી ના થાય. શરીરમાં પાણીની કમી થવા પર વિપરિત અસર થાય છે.

સિઝન પ્રમાણે પીવો

સિઝન પ્રમાણે પાણી પીવું જોઈએ. શરીરને ગરમીની સિઝનમાં વધારે પાણીની જરૂર પડે છે. જ્યારે શિયાળામાં ઓછું પાણી જોઈએ છે.

એકસાથે વધારે પાણી ના પીશો

પાણી પીતા સમયે એક વાતનું ધ્યાન રાખજો કે, એકસાથે વધારે પાણી ના પીવાય. એકસાથે વધારે પાણી પીવાથી શરીરને નુક્સાન થઈ શકે છે.

ઊભા રહીને ના પીશો

ક્યારેય પણ ઊભા રહીને પાણી ના પીવું જોઈએ. ઉભા રહીને પાણી પીવું સ્વાસ્થ્ય માટે નુક્સાનદાયક માનવામાં આવ્યું છે, કારણ કે ઉભા રહીને પાણી પીવાથી પાણી ફિલ્ટર થયા વિના પેટમાં પહોંચી જાય છે.

Jaggery Water Benefits: ગોળનો ઉકાળો પીવાથી શરીરને શું ફાયદો થાય છે? જાણો