Health Tips: શિયાળામાં આ ડાયફ્રુટ્સ ખાઓ અને તંદુરસ્ત રહો&


By Jagran Gujarati11, Jan 2023 10:46 AMgujaratijagran.com

શિયાળામાં તંદુરસ્ત રહેવા માટે ડ્રાયફ્રૂટ્સ ખાવાની સલાહ આપવામાં આવે છે, કારણ કે તેમાં રહેલા પોષકતત્વો શરીરને અંદરથી ગરમ રાખવામાં મદદ કરે છે. ચાલો જાણીએ.....

બદામમાં રહેલા પ્રોટીન, ફાઈબર, કેલ્શિયમ,એન્ટીઓક્સીડેન્ટ્સ અને વિટામિન-ઈ શિયાળામાં શરીરને ગરમ રાખવા ઉપરાંત ઠંડા પવનને કારણે ત્વચાને શુષ્કતાથી પણ બચાવે છે.બદામ

પિસ્તામાં આયર્ન, કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ, કોપર અને ફોસ્ફરસ જેવા વિટામિન અને મિનરલ્સ મળે છે, જે શિયાળામાં સ્વાસ્થ્ય જાળવવામાં મદદરુપ થાય છે.પિસ્તા

કાજૂમાં હાજર પોષક તત્વો હાઈ કોલોસ્ટ્રોલ, હાઈ બ્લડ પ્રેશર, માઈગ્રેન જેવી સમસ્યાઓમાં ખૂબ અસરકારક હોય છે. પરંતુ ધ્યાન રાખો કે વધુ પડતા કાજૂ ખાવાથી ચકબી વધી શકે છે.કાજૂ

ઠંડીમાં અખરોટનું સેવન ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેની અસર ગરમ હોય છે જે ઠંડીથી બચવા માટે શરીરને ગરમ રાખે છે.અખરોટ

&વિટામિન-એ, વિટામિન-બી, બી-12, આયરન, મેંગેનીઝ, સોડિયમ, કેલ્શિયમ, ફોસ્ફરસથી ભરપુર અંજીર સ્વાસ્થય માટે ખુબ જ ફાયદાકારક હોય છે. અંજીર ખાવાથી બ્લડ શુગર પણ કન્ટ્રોલ રહે છે.અંજીર

ચિલગોજા-શિયાળાની ઋતુમાં ચિલગોઝાનું સેવન સ્વાસ્થ માટે ખુબ જ અસરકારક મનાય છે. ઘણીવાર પોષક તત્વોથી ભરુપુર ચિલગોજા તમારા શરીરને અંદરથી ગરમ રાખવામાં મદદ કરે છે.ચિલગોજા

તમે પણ શિયાળામાં આ ડાયફ્રુટ્સનું સેવન કરો અને સ્વસ્થ રહો.

આવી જ અન્ય વેબસ્ટોરી જોવા માટે

Horoscope Today- January 11, 2023 આજનું રાશિફળ 11 જાન્યુઆરી