લોકો ઘણી વાર સ્વસ્થ રહેવા માટે સફરજન ખાવાની સલાહ આપે છે. તેમાં રહેલા પોષકતત્વો સ્વાસ્થ્ય માટે ફાયદા કારક છે. ચાલો નિષ્ણાતો પાસેથી તેના ફાયદા વિશે જાણીએ.
સફરજનમાં આયર્ન, ફાઈબર, વિટામિન E,C,K અને પ્રોટીન જેવા પોષક તત્વો મળી આવે છે.
ડાયેટિશિયન અનમ ગોલંદાજના જણાવ્યા અનુસાર, સફરજનમાં ઘણા પોષક તત્વો મળી આવે છે તેથી રોજ સવારે સફરજનનું સેવન કરવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.
સફરજનમાં વિટામિન સી, પોટેશિયમ અને ફાઈબર જેવા તત્વો મળી આવે છે, તેથી તેનું રોજ સેવન કરવાથી કોલેસ્ટોલ કંટ્રોલ, સોજો ઘટાડવામાં અને હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.
સફરજનમાં સારી માત્રામાં ફાઈબર હોય છે. તેથી તેનું રોજ તેનું સેવન કરવાથી પાચનતંત્રને મજબુત બને છે અને કબજિયાત જેવી સમસ્યાઓથી રાહત મળે છે.
સફરજનમાં વિટામિન સી, પ્રોટીન અને એન્ટી-ઓક્સીડેન્ટ જોવા મળે છે. તેનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ વધારે છે.
સફરજનમાં સારી માત્રામાં ફાઈબર હોય છે. તેને રોજ ખાવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે વજન ઓછુ કરવામાં મદદ કરે છે.
સફરજનમાં વિટામિન સી અને એન્ટી-ઓકસીડેન્ટ ગુણ જોવા મળે છે જે ત્વચા માટે ફાયદાકારક છે. તેને ખાવાથી ત્વચા સ્વસ્થ રહે છે. ડાઘા-ધબ્બા ઓછા થાય છે અને ત્વચામાં સુધારો થાય છે.
સફરજનમાં કેલ્શિયમ અને ફાઈબર જેવા પોષક તત્વો મળી આવે છે. તેને ખાવાથી હાડકાં અને દાંત મજબૂત થાય છે.
એક મહિના સુધી સફરજન ખાવાથી ઘણા સ્વાસ્થ્ય લાભ થાય છે. આવી વધુ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.