દરરોજ સવારે પાર્ક કે બગીચામાં ખુલ્લા પગે ચાલવાથી શરીરને અનેક અસરકારક અને લાભદાયી ફાયદા મળે છે. ચાલો જાણીએ તેના ફાયદાઓ
ખુલ્લા પગે ચાલવાથી પગના સ્નાયુઓ અને નસોને મજબૂતી મળે છે, જેનાથી પગમાં સંતુલન અને લવચીકતા જળવાઈ રહે છે [૧].
ખુલ્લા પગે ચાલવાથી પગની નસો ખુલે છે, જેનાથી ધીમે ધીમે પગના દુખાવામાં ઘટાડો થાય છે.
ખુલ્લા પગે ચાલવાથી પગમાં રક્તનો પ્રવાહ સુધરે છે, જેના કારણે પગ ઠંડા પડતા નથી. આ સાથે જ તે આખા પગને મજબૂત બનાવે છે.
દરરોજ સવારે ખુલ્લા પગે ચાલવાથી તણાવમાં ઘટાડો થાય છે. સાથે જ મગજની બધી ચિંતાઓમાં પણ ઘણો ઘટાડો થાય છે.
જો તમને ઊંઘવામાં તકલીફ પડતી હોય, તો તમારે દરરોજ સવારે લગભગ 1 કલાક માટે પાર્કમાં ખુલ્લા પગે ચાલવું જોઈએ. આમ કરવાથી શરીરને આરામ મળે છે.
શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવા માટે તમે દરરોજ સવારે ખુલ્લા પગે ચાલો. આ ધીમે ધીમે શરીરમાં ઊર્જા લાવશે, જેનાથી રોગો સામે લડવાની ક્ષમતા વધે છે.