Garlic Benefits: આ રીતે લસણનું સેવન કરવાથી નહીં પડો બીમાર


By Sanket M Parekh11, Jan 2025 04:29 PMgujaratijagran.com

લસણનું સેવન

લસણનું સેવન હાર્ટ સબંધિત સમસ્યા, ડાયાબિટીસ, કેન્સરથી બચાવવા ઉપરાંત સ્કિન સબંધિત સમસ્યામાં મુક્તિ અપાવે છે. જો તમે દરરોજ સવારે લસણની એક કળી ખાવ છો, તો સ્વાસ્થ્ય માટે ફાયદેમંદ નીવડી શકે છે.

પ્રકૃતિ અનુસાર સેવન

લસણનું સેવન પ્રકૃતિ અનુસાર કરવું જોઈએ, જેથી ફાયદા મળી શકે. આજે અમે તમને આ લેખમાં જણાવીશું શરીરની પ્રકૃતિ અનુસાર લસણનું સેવન કેવી રીતે કરવું જોઈએ.

પિત્ત પ્રકૃતિના લોકો માટે લસણ

આ લોકોએ કાચું લસણ ના ખાવું જોઈએ. આવા લોકોએ લસણને ઘીમાં શેકીને ખાવું જોઈએ. આ લોકો શિયાળામાં 3-4 કળી અને ગરમીમાં 2 કળીનું સેવન કરી શકો છો.

કફ ઠીક કરવા માટે લસણ

છાતીમાં જામેલા કફને સાફ કરવા માટે કાચા લસણની બે કળી મધ સાથે દરરોજ ખાલી પેટ ખાવી જોઈએ.જેનાથી ઈમ્યુનિટી મજબૂત બને છે.

ઘૂંટણના દર્દમાં આરામ

જો તમારા ઢીંચણમાં દુખાવો રહેતો હોય, તો માંસપેશીઓ જકડાઈ રહેતી હોય, તો કાચું લસણ તમારા માટે લાભદાયક નીવડી શકે છે. આ માટે મેથીના દાણા સાથે કાચું લસણ ખાવાથી ફાયદો મળી શકે છે.

શરદી-ઉધરસમાં રાહત

જો તમે શરદી-ઉધરસથી પરેશાન હોવ, તો કાચું લસણ ખાવું જોઈએ. જેમાં રહેલ એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી વાયરલ ગુણ શરદી-ઉધરસમાં રાહત આપે છે.

Shilajit Health Benefits: પુરૂષોના આરોગ્ય માટે શિલાજીત છે સંજીવની, જાણો ખાવાનો સાચો સમય ક્યો?