ખીચડી એક પારંપારિક ભારતીય વાનગી છે, જે સ્વાસ્થ્ય અને સ્વાદનું યોગ્ય સંયોજન છે. ખીચડી હળવો, પચવામાં સરળ અને પોષક તત્વોથી ભરપુર ભોજનનો એક ઉત્તમ વિકલ્પ છે. તો ચાલો તેના ફાયદા વિશે જાણીએ...
ખીચડી સરળતાથી પચી જાય છે. ખાસ કરીને પેટની સમસ્યામાં. દાળ અને ચોખાનું સંતુલન ખીચડીને પેટ માટે આરામદાયક અને સુપાચ્ય બનાવે છે.
ઓછા તેલ અને મસાલાથી બનેલી ખીચડી ફાઈબરથી ભરપુર હોય છે. જે ભૂખ ઓછી કરવાનું કામ કરે છે. જેના પગલે લાંબા સમય સુધી પેટ ભરેલુ રહે છે. જેથી તમે ઑવર ઈટીંગથી બચી જાવ છો. જેના પરિણામે વજન ઉતારવામાં મદદ મળે છે.
ખીચડીમાં રહેલ પ્રોટીન, આયરન અને એન્ટી ઑક્સિડેન્ટ્સ શરીરની રોગ પ્રતિકારક શક્તિને મજબૂત બનાવવાનું કામ કરે છે.જે ઋતુ બદલાવાના કારણે થતા શરદી-ઉધરસ અને તાવથી બચાવવામાં મદદરૂપ થાય છે.
બાળકો અને વૃદ્ધો માટે ખીચડી આદર્શ ભોજન છે, કારણ કે તે સ્વાદિષ્ટ હોવાની સાથે-સાથે હળવો અને પોષક તત્વોથી ભરપુર હોય છે.
ખીચડી શરીરથી ટોક્સિન્સને બહાર નીકાળવામાં મદદ કરે છે. જે લિવર અને કિડનીને સાફ રાખવા માટેનો કુદરતી ઉપાય મનાય છે.
દાળમાં પ્રોટીન અને ચોખામાં કાર્બોહાઈડ્રેટ્સનું સારું એવું સંયોજન તેને એક સંપૂર્ણ ભોજન બનાવે છે. પછી તે મગની દાળ હોય કે શાકભાજીની ખીચડી હોય, પોષણ તો બન્નેમાં સરખું જ મળે છે.
ખીચડી ઓછા સમયમાં બની જાય છે, જેને બનાવવા માટે વધારે તૈયારીની જરૂર નથી પડતી. કામમાં વ્યસ્ત હોવ અથવા બીમાર હોવ, ત્યારે ફટાફટ બનતી વાનગી માટે આ બેસ્ટ ઑપ્શન છે.