શિયાળાની ઋતુમાં માર્કેટમાં જામફળ જોવા મળતા હોય છે, જામફળ એક એવું ફ્રૂટ છે કે, જે દરેકને ભાવે છે. ચાલો જાણીએ જામફળ ખાવાના અદ્ભુત ફાયદા વિશે.
જામફળમાં ફાઈબર, લાઈકોપીન, વિટામિન-C, વિટામીન-A, થિયામીન, રિબોફ્લેવિન, કેરાટીન, કેલ્શિયમ, ફોસ્ફરસ અને એન્ટીઓક્સીડેન્ટ ભરપૂર માત્રામાં હોય છે.
જામફળમાં વિટામિન C પૂરતા પ્રમાણમાં હોય છે, તેના સેવનથી ઈમ્યુનિટી એટલે કે રોગપ્રતિકારક ક્ષમતા વધે છે.
જામફળમાં ઓછી કેલરી અને પૂરતા પ્રમાણમાં ફાઇબર હોય છે. જેનાથી ભૂખ ઓછી લાગે છે. તે મેટાબોલિઝમને વેગ આપે છે, જે વજન ઓછું કરવામાં મદદ કરે છે.
જામફળમાં ભરપૂર માત્રામાં ફાઇબર હોય છે, જે બ્લડ સુગર લેવલને કંટ્રોલમાં રાખે છે.
જામફળનું રોજ સેવન કરવાથી પાચનતંત્રને મજબૂત બને છે. તેનાથી કબજિયાત દૂર થાય છે.
જામફળનું દરરોજ સેવન કરવાથી ખરાબ કોલેસ્ટ્રોલને ઓછું કરીને હૃદયને સ્વસ્થ રાખે છે.
સ્વાસ્થ્ય સંબંધિત તમામ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.