સફેદ તલમાં પુષ્કળ પ્રમાણમાં પોષક તત્વો મળી આવે છે. જેમાં કેલ્શિયમ, ફાઈબર, પ્રોટીન, પોટેશિયમ, મેગ્નેશિયમ, વિટામિન E, વિટામિન A અને આયરન મળી આવે છે.
જો તમે બ્લડ પ્રેશરના દર્દી હોવ, તો ડાયટમાં સફેદ તલને અચૂક સામેલ કરવા જોઈએ, કારણ કે સફેદ તલમાં પોટેશિયમ અને મેગ્નેશિયમ પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે.
સફેદ તલ કેલ્શિયમથી ભરપુર હોય છે. હાડકાની મજબૂતી માટે સફેદ તલનું સેવન ફાયદેમંદ નીવડી શકે છે.
જો તમે સફેદ તલ ખાવ છો, તો પેટ સાથે સંકળાયેલી સમસ્યા દૂર થાય છે. સફેદ તલ પેટને ખરાબ થતાં બચાવે છે, કારણ કે તેમાં પુષ્કળ પ્રમાણમાં ફાઈબર મળી આવે છે.
સફેદ તલનું સેવન કરવાથી હાર્ટ હેલ્ધી રહે છે. આ સાથે જ હાર્ટ સાથે સંકળાયેલી સમસ્યામાં પણ ફાયદેમંદ નીવડે છે. હકીકતમાં સફેદ તલમાં એન્ટી ઓક્સિડેન્ટ મળી આવે છે.
તલનું સેવન અનેક રીતે કરી શકાય છે. સફેદ તલને તમે શેકીને અથવા તો પલાળીને પણ ખાઈ શકો છો. તલ શરીર માટે અનેક રીતે ફાયદેમંદ નીવડે છે.