Anjeer Benefits: પલાળેલા અંજીર ખાવાના ફાયદા


By Vanraj Dabhi19, Sep 2024 11:18 AMgujaratijagran.com

અંજીરના ફાયદા

પોષક તત્વોથી ભરપૂર અંજીરમાં અનેક ગુણો મળી આવે છે. આ એક સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ફળ છે, જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.

ડાયાબિટીસ

અંજીરમાં કુદરતી સુગર હોય છે, પરંતુ તેમ છતાં અંજીરમાં ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઓછો હોય છે, જે તેને ડાયાબિટીસના દર્દીઓ માટે બ્લડ સુગર લેવલને સ્થિર કરવામાં મદદ કરે છે.

વજન ઘટાડે

અંજીરમાં કેલરી ઓછી હોય છે અને ફાઇબર વધારે હોય છે, જે તમારા પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે અને વજનને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.

હૃદયને સ્વસ્થ રાખે

અંજીરમાં પોટેશિયમ હોય છે, તેથી તમે પલાળેલા અંજીરનું સેવન કરીને હાઈ બ્લડ પ્રેશરનું જોખમ ઘટાડીને હૃદયને સ્વસ્થ રાખે છે.

અનિદ્રાની સમસ્યા

અંજીર ટ્રિપ્ટોફેનનો કુદરતી સ્ત્રોત છે. તેથી સૂતા પહેલા પલાળેલા અંજીર ખાવાથી આરામ અને ઊંઘમાં મદદ મળી શકે છે.

કેન્સરનું જોખમ ઘટાડે

અંજીરમાં કૌમરિન અને ફ્લેવોનોઈડ્સ જેવા ફાયટોકેમિકલ્સ હોય છે, તેથી પલાળેલા અંજીરનું નિયમિત સેવન કરવાથી સ્તન અને આંતરડાના કેન્સરના જોખમને ઘટાડી શકે છે.

પાચન સુધારે

પલાળેલા અંજીર એ ડાયેટરી ફાઈબરનો ઉત્તમ સ્ત્રોત છે, તેથી તનું રોજ સેવન કરવાથી તમારા પાચન સ્વાસ્થ્યને સુધારે છે.

હાડકા મજબૂત કરે

પલાળેલા અંજીર કેલ્શિયમનો સારો સ્ત્રોત છે, જે હાડકાંને મજબૂત અને સ્વસ્થ રાખવા માટે જરૂરી છે.

રોગપ્રતિકારક શક્તિ વધારે

અંજીરમાં વિટામિન સી અને ફ્લેવોનોઈડ્સ જેવા એન્ટીઑકિસડન્ટો ભરપૂર પ્રમાણમાં હોય છે, જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરે છે.

ત્વચાને સ્વસ્થ રાખે

પલાળેલા અંજીરમાં વિટામિન ઇ અને ઝીંક, કોલેજનના ઉત્પાદનને પ્રોત્સાહન આપીને, બળતરા ઘટાડે છે અને ઓક્સિડેટીવ નુકસાન સામે રક્ષણ આપીને તંદુરસ્ત ત્વચાને સ્વસ્થ રાખે છે.

વાંચતા રહો

માહિતી ગમે તો લાઈક-શેર કરજો અને આવી અવનવી માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

મધ તમને કઈ બિમારીઓથી દૂર રાખશે તે જાણો