ચણાનો લોટ અર્થાત બેસનથી બનેલી વાનગી સ્વાદિષ્ટ હોવાની સાથે-સાથે સ્વાસ્થ્ય માટે પણ ફાયદેમંદ રહે છે. બેસન અનેક પોષક તત્વોથી ભરપુર હોય છે, તો ચાલો તેનાથી સ્વાસ્થ્યને થતાં જાદુઈ ફાયદા પર નજર નાંખીએ...
બેસનમાં રહેલ ફાઈબર સહિતના પોષક તત્વો પાચન તંત્રને મજબૂત બનાવવાનું કામ કરે છે. જેનાથી પેટ સબંધિત બીમારીઓમાં છૂટકારો મળે છે.
બેસન ફાઈબરથી ભરપુર હોય છે, જેનાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે. જેના કારણે ભૂખ ના લાગતા વ્યક્તિ ઑવર ઈટીંગથી બચે છે. આ રીતે બેસન વજન ઉતારવામાં મદદરૂપ થાય છે.
બેસનમાં પ્રોટીન પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે, જે શરીરની માંસપેશીઓને મજબૂત બનાવવાની સાથે-સાથે શરીરને આખો દિવસ એનર્જેટિક રાખવાનું કામ કરે છે.
બેસનમાં આયરન, જીંક અને ફોલેટ જેવા પોષક તત્વો મળી આવે છે. જેનાથી શરીર મજબૂત બને છે. આ ઉપરાંત ઈમ્યુનિટી બૂસ્ટ થવાથી તમે સિઝનલ બીમારીઓથી બચી જાવ છો.
બેસનનું ગ્લાઈસેમિક ઈન્ડેક્સ ઓછું હોવાના કારણે તે બ્લડ સુગરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે.
બેસનમાં રહેલ પોટેશિયમ અને મેગ્નેશિયમ હાર્ટબીટને સંતુલિત રાખવાનું કામ કરે છે. જેના પરિણામે હાર્ટ સબંધિત બીમારીઓનો ખતરો ટળે છે અને હાર્ટ હેલ્ધી રહે છે.
જે લોકોને ઘઉં અથવા ગ્લૂટનની એલર્જી હોય, તેમણે બેસનનું સેવન કરવું જોઈએ. બેસન ગ્લુટન ફ્રી હોવાથી પચવામાં સરળ રહે છે.