વરિયાળીનું સેવન તમારા હૃદયને સ્વસ્થ રાખે છે, કેમ કે તેમાં ફાઈબર, મેગ્નેશિયમ, પોટેશિયમ અને કેલ્શિયમ જેટલાં પોષક તત્વો હોય છે, જે હૃદયની સંબધિત સમસ્યાઓ દૂર કરે છે.
વરિયાળી તેના એનાથોલ કમ્પાઉન્ડ્સ સાથે કેન્સર સામે લડવામાં મદદ કરે છે, ખાસ કરીને બ્રેસ્ટ અને લીવર કેન્સરનું જોખમ ઓછું કરે છે
વરિયાળીમાં રહેલા વિટામિન C અને ક્વેર્સેટીન તમારા શરીરના સોજાને ઘટાડે છે અને સોજાના કારણોને દૂર કરે છે.
વરિયાળીની મીઠાશ લાળમાં પાચન ઉત્સેચક વધારીને અને પોટેશિયમના પ્રમાણથી બ્લડ પ્રેશર અને હાર્ટ રેટને સંતુલિત રાખે છે.
વરિયાળીમાં રહેલા પોષક તત્વો તમારી ભૂખને નિયંત્રિત કરે છે અને વધુ પડતું વજન ઘટવામાં મદદ કરે છે, કારણ કે તે લાંબા સમય સુધી પેટ ભરેલું રાખે છે.
મોઢાની દુર્ગંધ દૂર કરવા માટે, દિવસમાં બે-ત્રણ વાર વરિયાળાના દાણા ચાવવાથી તરત રાહત મળે છે.