શું તમે જાણો છો કે, દહી અને કેળાનું કૉમ્બિનેશન શરીરને ઈન્સ્ટન્ટ એનર્જી પુરી પાડે છે. આ સાથે જ તે પાચન માટે પણ ખૂબ જ ફાયદેમંદ છે. તો ચાલો દહીમાં કેળા મિક્સ કરીને ખાવાના ચમત્કારિક ફાયદા વિશે જાણીએ...
દહીંની પ્રોબાયોટિક ગુણવત્તા અને કેળાના મિનરલ્સ મળીને શરીરની રોગ પ્રતિકારક શક્તિને વધારે મજબૂત બનાવે છે.
દહીંમાં હાજર ગુડ બેક્ટેરિયા અને કેળામાં રહેલા ફાઇબર કબજિયાત અને ગેસની સમસ્યામાંથી રાહત આપે છે. આ કૉમ્બિનેશન પાચનને મજબૂત બનાવે છે.
સવારના નાસ્તામાં દહીં-કેળું ખાવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે, જેનાથી અનહેલ્ધી સ્નેકિંગ ઓછું થાય છે
દહી અને કેળા બ્લડપ્રેશરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. જેના પરિણામે હાર્ટ હેલ્ધી રહે છે અને હ્રદય રોગના હુમલાનું જોખમ ટળે છે.
વર્કઆઉટ પહેલાં અથવા પછી દહીંમાં કેળું ભેળવીને ખાવાથી તાત્કાલિક તાકાત મળે છે અને થાક દૂર થાય છે.
દહીં અને કેળાના આ કોમ્બિનેશનમાં રહેલા વિટામિન્સ મગજને એક્ટિવ રાખે છે અને મૂડને પણ બહેતર બનાવે છે.
આ હેલ્ધી કોમ્બો શરીરને પોષણ પૂરું પાડે છે. જેના પરિણામે સ્કિનમાં નેચરલ ગ્લો આવે છે અને વાળ પણ લાંબા, મજબૂત અને સિલ્કી બને છે.