Soaked Raisins Benefits: પલાળેલી સૂકી દ્રાક્ષના ફાયદા


By Vanraj Dabhi24, Sep 2024 11:18 AMgujaratijagran.com

કિશમિશના ફાયદા

સ્વાસ્થ્યને તંદુરસ્ત રાખવા માટે ડ્રાય ફ્રુટ્સનું સેવન ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. કિસમિસ અનેક ગુણોથી ભરપૂર છે. ચાલો જાણીએ રોજ પલાળેલી કિસમિસનું સેવન કરવાના ફાયદા.

પોષક તત્વો

કિસમિસ મિનરલ્સ, વિટામિન્સ, આયર્ન, કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ અને એન્ટી-ઓક્સીડેન્ટ ગુણોથી ભરપૂર છે.

આયર્નની ઉણપ દૂર કરે

આયર્નની ઉણપ દરમિયાન તમે રોજ સવારે 5 કિસમિસ પલાળીને ખાઈ શકો છો. જે તમારી આયર્નની ઉણપ દૂર કરી શકે છે.

સ્વસ્થ હૃદય

15 દિવસ સુધી રોજ સવારે 5 કિસમિસ પલાળીને ખાવાથી હૃદય સંબંધિત સમસ્યાઓનું જોખમ ઓછું થાય છે.

પીરિયડ્સમાં ફાયદાકારક

જો મહિલાઓ દરરોજ સવારે 5 કિસમિસ પલાળીને ખાય તો તેનાથી અનિયમિત પીરિયડ્સમાં રાહત મળે છે.

નબળાઈ દૂર થશે

15 દિવસ સુધી રોજ સવારે 5 કિસમિસ પલાળીને ખાવાથી શરીરની નબળાઈ દૂર થાય છે.

વજન ઘટાડે

રોજ 5 સવારે પલાળેલી કિસમિસ ખાવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે.

કેવી રીતે સેવન કરવું?

રાત્રે સૂતા પહેલા કિસમિસને પાણીમાં પલાળીને બીજા દિવસે સવારે પાણીમાંથી કિસમિસ કાઢીને ખાલી પેટે તેનું સેવન કરો.

વાંચતા રહો

15 દિવસ સુધી 5 કિસમિસ પલાળીને ખાવાથી ફાયદો થાય છે. આવી વધુ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Stomach Gas: પેટમાં થતા ગેસની સમસ્યા દૂર કરવાના ઉપાયો