Tulsi Water: આ બીમારીઓમાં જરૂર પીવું જોઈએ તુલસીનું પાણી, તાત્કાલિક મળશે રાહત


By Sanket M Parekh17, Oct 2024 03:44 PMgujaratijagran.com

ઔષધીય ગુણોથી ભરપુર તુલસી

તુલસી ઔષધીય ગુણોથી ભરપુર હોય છે. જે સ્વાસ્થ્ય અને રોજિંદા જીવન સાથે સંકળાયેલી અનેક સમસ્યાને ઓછી કરે છે.

ઈમ્યુનિટી બૂસ્ટ

તુલસી ઈમ્યુનિટી બૂસ્ટ, પાચન સુધારવા, તણાવ ઓછો કરવા અને સ્કિનને ગ્લોઈંગ બનાવવા માટે મદદરૂપ થાય છે.

તુલસીનું પાણી પીવાના ફાયદા

આજે અમે આપને તુલસીનું પાણી પીવાથી શરીરને શું ફાયદા થાય છે? તેના વિશે વિગતવાર જણાવીશું.

ટોક્સિક પદાર્થ બહાર

જો તમે તુલસીનું પાણી પીવો છો, તો તેનાથી શરીરના ટોક્સિક પદાર્થો બહાર નીકળવામાં મદદ મળી શકે છે.

એસિડિટીથી છૂટકારો

તુલસીનું પાણી પીવાથી એસિડિટી અને ગેસ્ટ્રિક જેવી પેટ સાથે સંકળાયેલી સમસ્યામાં રાહત મળે છે. આથી તમારે દરરોજ તુલસીનું પાણી પીવું જ જોઈએ.

હાર્ટ હેલ્ધી રાખે

તુલસીનું પાણી પીવાથી હાર્ટ હેલ્ધી રહે છે, કારણ કે આ પાણીમાં ઓમેગા-3 ફેટી એસિડ સહિત અન્ય પોષક તત્વો સારા એવા પ્રમાણમાં મળી આવે છે.

ખીલથી છૂટકારો

તમારા ચહેરાને ખીલથી બચાવવા માટે તમારે તુલસીનું પાણી પીવું જોઈએ, કારણ કે તેમાં એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી ફંગલ ગુણ હોય છે.

શરદી-ઉધરસમાં રાહત

તુલસીનું પાણી પીવાથી શરદી અને ઉધરસમાં રાહત મળે છે, કારણ કે આ પાણી એન્ટી બેક્ટેરિયલ ગુણોથી ભરપુર હોય છે.

Lemon For Weight Loss: વજન ઘટાડવા માટે લીંબુ કેવી રીતે ખાવા જોઈએ?