ઉનાળામાં રોજ એક ગ્લાસ છાશનું સેવન કરવાથી કેટલી બીમારીઓથી તમને બચાવે છે અને તમારા શરીરને તાજગી આપે છે.
છાશમાં પ્રોટીન, કેલ્શિયમ, વિટામીન B, વિટામીન A ના ગુણો જોવા મળે છે, જે શરીરને ઘણા સ્વાસ્થ્ય લાભો પ્રદાન કરે છે.
છાશ એ પોષક તત્વોનો ભંડાર છે. તેમાં મીઠું, ખાંડ અને ફુદીનો નાખીને પીવાથી ડિહાઇડ્રેશન, ઝાડા અને ગરમીથી બચી શકાય છે. આ પીણું પીવાથી પાણીની ઉણપ નથી થતી.
જો તમને એસિડિટી અને પેટમાં બળતરાની સમસ્યા હોય તો છાશનું સેવન કરો. જમ્યા પછી છાશનું સેવન કરવાથી એસિડિટી અને પેટમાં બળતરાથી રાહત મળે છે.
ઉનાળામાં વજન ઘટાડવું ખૂબ મુશ્કેલ બની જાય છે. તમે વજન નિયંત્રણ રાખવા માટે છાશનું સેવન કરી શકો છો. છાશમાં કેલરી અને ચરબી ઓછી હોય છે.
ઉનાળામાં ત્વચા સંબંધિત સમસ્યાઓ ઘણી જોવા મળે છે. જો તમે પણ તમારી ત્વચાને સ્વસ્થ રાખવા માંગતા હોવ તો તમે છાશનું સેવન કરી શકો છો.
સ્વાસ્થ્ય અને જીવનશૈલી સંબંધીત તમામ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.