Hing Water Benefits: સવારે ખાલી પેટ હિંગ વાળું પાણી પીવાથી શું થાય છે? જાણો


By Vanraj Dabhi27, Jan 2025 05:29 PMgujaratijagran.com

હિંગ વાળું પાણી

સવારે ખાલી પેટ હીંગ વાળું પાણી પીવાથી ઘણા સ્વાસ્થ્ય લાભો મળી શકે છે. ચાલો તેના ફાયદાઓ વિશે વિગતવાર જાણીએ.

પાચન સુધારે

હીંગ વાળું પાણી સવારે ખાલી પેટે પીવાથી ગેસ, કબજિયાત અને એસિડિટીની સમસ્યામાં રાહત મળે છે અને પાચનતંત્ર સુધરે છે.

વજન ઘટાડે

સવારે ખાલી પેટ હીંગ વાળું પાણી પીવાથી મેટાબોલિઝમને વેગ આપે છે, જે શરીરમાં વધારાની કેલરી બર્ન કરીને વજન ઘટાડે છે.

રોગપ્રતિકારક શક્તિ વધારે

સવારે ખાલી પેટે હિંગ વાળું પાણી પીવાથી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. જે ઘણા પ્રકારના ઈન્ફેક્શન અને રોગોના શિકાર થવાથી બચી શકો છો.

શરદી અને ઉધરસ

સવારે ખાલી પેટ હીંગ વાળું પાણી પીવાથી શરદી, ઉધરસ અને શ્વાસ સંબંધી સમસ્યાઓમાં રાહત મળે છે.

માથાના દુખાવામાં રાહત

માથાના દુખાવાની સમસ્યાથી છુટકારો મેળવવા માટે તમે હીંગ વાળા પાણીનું સેવન કરી શકો છો. તેમાં બળતરા વિરોધી ગુણધર્મો હોય છે, જે માથાનો દુખાવાને ઓછો કરે છે.

ડાયાબિટીસમાં ફાયદાકારક

સવારે ખાલી પેટ હીંગના પાણીનું સેવન કરવાથી બ્લડ સુગરનું પ્રમાણ ઘટાડવામાં મદદ મળે છે. તે ડાયાબિટીસને કારણે થતી સમસ્યાઓને ઓછી કરવામાં મદદરૂપ થઈ શકે છે.

પીરિયડના દુખાવામાં રાહત આપે છે

હીંગ વાળું પાણી પીવાથી પીરિયડના દુખાવામાં રાહત મળે છે. જેથી પીરિયડ્સ દરમિયાન લોહીનો પ્રવાહ પણ સામાન્ય રહે છે.

અસ્વીકરણ

આ માત્ર સામાન્ય માહિતી અને સલાહ આપવામાં આવી છે. તેથી અમલ કરતા પહેલા હંમેશા નિષ્ણાત કે તમારા ડૉક્ટરની સલાહ લો.

વાંચતા રહો

સ્વાસ્થ્ય અને જીવનશૈલી સંબંધીત તમામ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

1 મહિના સુધી દૂધ વગર ચા ના પીવાથી શરીરમાં થાય છે આવા ફેરફાર