Goat Milk Benefits: આ બીમારીઓ માટે 'અમૃત' સમાન છે બકરીનું દૂધ


By Sanket M Parekh07, Dec 2024 04:18 PMgujaratijagran.com

પોષક તત્વો

બકરીનું દૂધ કેલ્શિયમ, પ્રોટીન, કેલરી, કાર્બોહાઈડ્રેટ્સ, વિટામિન્સ, ફાસ્ફોરસ અને પોટેશિયમથી ભરપુર હોય છે.

બકરીનું દૂધ પીવાના ફાયદા

આજે અમે તમને જણાવીશું કે, બકરીનું દૂધ પીવાથી સ્વાસ્થ્યને શું ફાયદો થઈ શકે છે? તો ચાલો તેના વિશે જાણીએ...

હેલ્ધી હાર્ટ

બકરીનું દૂધ હાર્ટના દર્દીઓ માટે કોઈ રામબાણથી કમ નથી, કારણ કે આ દૂધમાં મેગ્નેશિયમ જેવા પોષક તત્વ મળી આવે છે.

મગજ માટે ફાયદેમંદ

જો તમે તમારા મગજને હેલ્ધી રાખવા માંગતા હોવ, તો એવામાં તમારે બકરીનું દૂધ પીવું જોઈએ, કારણ કે તેમાં લિનોલિક એસિડ મળી આવે છે.

વાળ ખરવાની સમસ્યા

વાળ ખરવાની સમસ્યાથી છૂટકારો મેળવવા માટે તમારે બકરીનું દૂધ પીવું જોઈએ, કારણ કે તે વિટામિન A અને વિટામિન Bથી ભરપુર છે.

હાડકા મજબૂત

હેલ્થ એક્સપર્ટના મતે, હાડકાને મજબૂત બનાવવા માટે તમારે દરરોજ બકરીનું દૂધ પીવું જ જોઈએ, કારણ કે તેમાં ભરપુર કેલ્શિયમ હોય છે.

બ્લડ પ્રેશર કંટ્રોલ

હાઈ બ્લડ પ્રેશરમાં બકરીનું દૂધ અમૃતથી જરા પણ ઓછું નથી. જેમાં રહેલ પોટેશિયમ બ્લડ પ્રેશરને કંટ્રોલમાં કરવાનું કામ કરે છે.

Almond oil Benefit: શિયાળામાં નાકમાં બદામનું તેલ લગાવાથી થાય છે અનેક ફાયદા