1 અઠવાડિયા સુધી લીમડાની ગરો વાળું પાણી પીવાથી આ રોગો નાબૂદ થશે


By Vanraj Dabhi14, Feb 2025 12:53 PMgujaratijagran.com

પોષક તત્વો

ગરો એક આયુર્વેદિક ઔષધિ છે. તેમાં એન્ટી-ઓક્સિડન્ટ, એન્ટી-ઇન્ફ્લેમેટરી, એન્ટી-માઇક્રોબાયલ અને ઇમ્યુનોમોડ્યુલેટરી જેવા પોષક તત્વો હોય છે.

ગરો પાણી પીવાના ફાયદા

આજે અમે તમને જણાવીશું કે, 1 અઠવાડિયા સુધી ગરો વાળું પાણી પીશો તો કયા રોગો મટી શકે છે.

રોગપ્રતિકારક શક્તિ મજબૂત

આરોગ્ય નિષ્ણાતોના મતે, 1 વીક સુધી રોજ ગરો વાળું પાણી પીવાથી તમારી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થઈ શકે છે.

સાંધાના દુખાવામાં રાહત આપે છે

ઘણા સંશોધનમાં એ વાત સામે આવી છે કે, ગરો પાણીમાં બળતરા વિરોધી ગુણધર્મો હોય છે, જે સાંધાના દુખાવા અને સોજો ઘટાડે છે.

તણાવ ઓછો કરે છે

જો તમને તણાવમાં રહેતા હોવ, તો તમારે તમારા આહારમાં ગરો પાણીનો સમાવેશ કરવો જોઈએ. આનાથી તમારો તણાવ ઓછો થશે.

બ્લડ પ્રેશર કંટ્રોલ કરે છે

ગરો પાણી બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં અને હૃદય રોગનું જોખમ ઘટાડે છે, કારણ કે તેમાં પોટેશિયમ હોય છે.

એસિડિટીથી રાહત

ગરો પાણી પાચનક્રિયાને એકદમ સારી રાખે છે. આના કારણે તમને કબજિયાત, અપચો અને એસિડિટી જેવી ગંભીર સમસ્યાઓથી રાહત મળી શકે છે.

વાંચતા રહો

અહીં આપવામાં આવેલ માહિતી સલાહ અને સૂચનો માટે છે. જીવનશૈલી સંબંધિત તમામ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

કાચું પાલક ખાવાથી શું ફાયદા થાય છે?