Ashwagandha Benefits: દૂધમાં અશ્વગંધા મિક્સ કરીને પીવાથી શું થાય છે? જાણી લો


By Vanraj Dabhi20, Sep 2024 11:10 AMgujaratijagran.com

અશ્વગંધાના ફાયદા

દૂધમાં અશ્વગંધા નાખીને પીવાથી અઢળક સ્વાસ્થ્ય ફાયદા મળે છે.

નિષ્ણાત અભિપ્રાય

ડાયેટિશિયન સુગીતા મુત્રેજા અનુસાર અશ્વગંધા અને દૂધમાં કેલ્શિયમ, પ્રોટીન, આયોડિન, મેગ્નેશિયમ, વિટામિન-એ, વિટામિન-ડી, વિટામિન-કે અને વિટામિન-ઈ જેવા પોષક તત્વો મળી આવે છે.

પેટ માટે ફાયદાકારક

અશ્વગંધા દૂધમાં મિક્સ કરીને પીવાથી કબજિયાત, અપચો અને ગેસની સમસ્યામાં રાહત મળે છે. કારણ કે તેમાં રહેલા ફાઈબર પાચનતંત્રને સુધારે છે.

રોગપ્રતિકારક શક્તિ

દૂધમાં અશ્વગંધા નાખીને પીવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે.

હાડકાંને મજબૂત કરે

દૂધમાં અશ્વગંધા ઉમેરીને પીવાથી હાડકાં મજબૂત થાય છે. કારણ કે દૂધમાં કેલ્શિયમનો સારો સ્ત્રોત હોય છે જે હાડકાંને મજબૂત બનાવે છે.

અનિદ્રાની સમસ્યા

દૂધમાં અશ્વગંધા ભેળવીને પીવાથી અનિદ્રાની સમસ્યામાં રાહત મળે છે.

સલાહ લો

જો તમે કોઈ ગંભીર રોગ હોય તો, આનું સેવન કરતા પહેલા ડૉક્ટરની સલાહ લઈ શકો છો.

વાંચતા રહો

સ્વાસ્થ્ય સંબંધિત તમામ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Belly Fat: પેટની ચરબી ઘટાડવા માટે આ ડ્રિંક્સનું સેવન કરો