શિયાળામાં મખાના ખાવાથી ઘણા ફાયદા મળે અને તેને તમે દૂધમાં પલાળીને સેવન કરવાથા બણમા ફાયદા મળે છે.
દૂધમાં પલાળેલા મખાનામાં પ્રોટીન, કેલ્શિયમ અને એન્ટીઓક્સીડેન્ટ્સ જેવા અનેક પોષક તત્વો હોય છે જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.
મખાનાની સાથે દૂધમાં જોવા મળતું કેલ્શિયમ હાડકાંને મજબૂત બનાવે છે.
મખાનામાં ઓછી ગ્લાયકેમિક ઇન્ડેક્સ હોય છે, જે ડાયાબિટીસના દર્દીઓ માટે ઉત્તમ આહાર છે. તેને દૂધ સાથે ખાવાથી શુગર લેવલ સંતુલિત રહે છે.
દૂધમાં પલાળેલ મખાનામાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર હોય છે, જે પાચનતંત્રને મજબૂત બનાવે છે. તે કબજિયાત અને અન્ય પાચન સમસ્યાઓથી રાહત આપે છે.
મખાનામાં મેગ્નેશિયમ અને પોટેશિયમ હૃદયના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તે કોલેસ્ટ્રોલના સ્તરને નિયંત્રિત કરીને હૃદયની બીમારીઓથી બચાવે છે.
શિયાળાની ઠંડીમાં મખાના અને દૂધનું સેવન કરવાથી શરીરને ગરમી મળે છે અને ઉર્જા વધે છે. તેનાથી માનસિક થાક પણ દૂર થાય છે અને દિવસભર તાજગી જળવાઈ રહે છે.
સ્વાસ્થ્ય અને જીવનશૈલી સંબંધિત તમામ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.