આ શિયાળામાં આ સ્વાસ્થ્યવર્ધક લસણનું અથાણું ખાઓ, આ તમારી રોગપ્રતિકારક શક્તિ વધારશે અને તમારા હૃદયના સ્વાસ્થ્યની કાળજી રાખવામાં મદદ કરશે. ચાલો જાણીએ વધુમાં
લસણના અથાણામાં ભરપૂર માત્રામાં એન્ટી- ઓક્સિડન્ટ અને એલીસીન મળી આવે છે, જે તમારી ઈમ્યુન સિસ્ટમ મજબૂત કરવામાં મદદ કરે છે. સાથે, આ તમને શિયાળામાં થતા રોગથી પણ બચાવે છે.
આમાં રહેલી એન્ટી-ઈન્ફાલામેટરી ગુણો શ્વસનતંત્રના સ્વાસ્થ્યને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. શિયાળામાં થતા શરદી-ઉધરસ અને કફથી પણ બચાવે છે.
લસણ કોલેસ્ટ્રોલના લેવલને ઘટાડે છે, અને કાર્ડયાવેસક્યુલર હેલ્થને સાચવે છે. લસણનું અથાણું ખાવું હૃદયનાં સ્વાસ્થ્ય માટે ઘણું સારું માનવામાં આવે છે.
લસણમા રહેલા એન્ટીમાઈક્રોબીઅલ ગુણોને લીધે તે શરદી-ખાંસીથી તમને બચાવે છે.
લસણમાં રહેલા એન્ટી-ઈન્ફલામેટરી ગુણ શરીરમાં રહેલા ઈન્ફલામેશને ઓછુ કરે છે. ખાસ કરીને આ શિયાળામાં થતા સાંધાનાં દુખાવામાં પણ રાહત આપે છે.
લાઈફ સ્ટાઈલ રીલેટેડ વઘુ સમાચાર વાંચવા માટે ગુજરાતી જાગરણ સાથે જોડાયેલા રહો