વાલોળના આ ફાયદા જાણીને તમે પણ ખાવાનું શરૂ કરી દેશો


By Kajal Chauhan27, Feb 2025 05:25 PMgujaratijagran.com

વાલોળ ખાવાના ફાયદા

વાલોળ પોષક તત્વોથી ભરપૂર લીલી શાકભાજી છે. વાલોળનું શાક માત્ર સ્વાદિષ્ટ જ નથી પણ તેને ખાવાથી શરીરને ઘણા ફાયદા થાય છે. જેના વિશે અમે આજે આ લેખમાં તમને જણાવીશું.

હાડકાઓને મજબૂત બનાવે

વાલોળ કેલ્શિયમ, મેગ્નેશિયમ અને ફોસ્ફરસથી ભરપૂર હોય છે. જે હાડકાઓને મજબૂત બનાવે છે.

બ્લડ શુગરને કંટ્રોલ કરે

વાલોળમાં હાજર ફાઈબર અને પોટેશિયમ શરીરમાં બ્લડ શુગરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે અને બેડ કોલેસ્ટ્રોલને ઓછું કરે છે.

પાચનક્રિયાને સારી બનાવે

વાલોળમાં ફાઈબર ભરપુર માત્રામાં હોય છે. જે પાચનક્રિયાને સારી બનાવે છે.

હિમોગ્લોબીન વધારે

વાલોળમાં આર્યન ભરપૂર માત્રામાં હોય છે. જે શરીરમાં હિમોગ્લોબીન વધારવામાં મદદ કરે છે.

ત્વચાને ચમકદાર બનાવે

વાલોળમાં હાજર એન્ટી ઓક્સિડેન્ટ્સ અને વિટામિન ઈ ત્વચાને ચમકદાર બનાવે છે અને વાળને મજબૂત બનાવે છે.

કયા વિટામિનની ઉણપથી હાથ પગ ફાટી જાય છે ?