Bhoringani Health Benefits: આયુર્વેદિક ઔષધીય વનસ્પતી ભોંયરીંગણીના સ્વાસ્થ્ય લાભો


By Vanraj Dabhi01, Nov 2024 09:39 AMgujaratijagran.com

ભોંયરીંગણીના ફાયદા

ભોંયરીંગણી છોડને કાટેરી અથવા કાંતકરી પણ કહેવામાં આવે છે. તે એક કાંટાવાળો છોડ છે, જેનો ઉપયોગ દવા તરીકે પણ થાય છે. ચાલો આજે તેના સ્વાસ્થ્ય લાભો વિશે જાણીશું.

શરદી અને ઉધરસ થી રાહત

ભોંયરીંગણીનો છોડ અનેક ગુણોથી ભરપૂર છે, જે શરદી અને ઉધરસથી રાહત અપાવવામાં મદદ કરે છે. આ માટે તમે આ છોડના મૂળનો ઉકાળો મધ સાથે પી શકો છો.

પગમાં બળતરાથી રાહત

ઘણી વખત રાત્રે સૂતી વખતે પગના તળિયામાં બળતરા થતી હોય છે, તેનાથી રાહત મેળવવા માટે ભોંયરીંગણીની દાંડી, ફૂલો અને ફળોનો ઉપયોગ કરવામાં આવે છે.

નબળાઈ દૂર કરે

શરીરની નબળાઈ દૂર કરવા માટે ભોંયરીંગણીના તાજા પાનનો રસ દિવસમાં બે વાર પીવાથી ફાયદો થાય છે.

સંધિવાના દુખાવાથી રાહત

ભોંયરીંગણીનો છોડ સંધિવાના દર્દીઓ માટે ચમત્કારિક સાબિત થઈ શકે છે. તેનો ઉપયોગ સાંધાનો દુખાવો ઓછો કરે છે.

તેનો આ રીતે ઉપયોગ કરો

આર્થરાઈટીસના દુખાવામાં રાહત મેળવવા માટે તમે ભોંયરીંગણીની પેસ્ટને સાંધા પર લગાવી શકો છો. આ સોજો ઘટાડવામાં પણ મદદ કરે છે.

પથરીની સમસ્યામાંથી રાહત

જો તમને મૂત્રાશયની પથરીની સમસ્યા હોય તો ભોંયરીંગણીના છોડનો ઉપયોગ ફાયદાકારક સાબિત થઈ શકે છે.

કેવી રીતે ઉપયોગ કરવો?

પથરી માટે સૌપ્રથમભોંયરીંગણી છોડના મૂળનો પાવડર બનાવી તેમાં 2 ચમચી દહીં મિક્સ કરીને ખાઓ. આવું 7 દિવસ સુધી કરવું ફાયદાકારક સાબિત થાય છે.

ડૉક્ટરની સલાહ લેવી

ભોંયરીંગણીનો ઉપયોગ કરતા પહેલા વ્યક્તિએ ચોક્કસપણે ડૉક્ટર અથવા નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.

વાંચતા રહો

સ્વાસ્થ્ય સંબંધિત વધુ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Pizza Side Effects: વધુ પડતા પિઝા ખાવાથી શું થાય છે? જાણો