ગુરુ-સૂર્યની યુતિ બદલી દેશે આ રાશિના જાતકોની કિસ્મત


By Akshat Pandya16, Mar 2023 04:09 PMgujaratijagran.com

સૂર્ય ગોચર

સૂર્ય ગોચર દરમિયાન સૂર્યની યુતિ ગુરુ સાથે થશે, એક મહિના સુધી બંને એક જ રાશિમાં રહેશે.

ગુરુ-સૂર્યની યુતિ

આ યુતિના કારણે કેટલીક રાશિને લાભ મળશે. ચેક કરો આમાં તમારી રાશિ તો નથી ને.

મિથુન રાશિ

મીન રાશિમાં સૂર્યનું ગોચર મિથુન રાશિના જાતકો માટે શુભ ફળ આપશે. આ દરમિયાન ધંધાર્થીઓને ખૂબ લાભ મળશે. કોઈ જૂના મિત્ર સાથે મુલાકાત થશે. આ સમયે કોઈ કાર્યમાં ઉતાવળ ન કરો.

સિંહ રાશિ

મીન રાશિમાં સૂર્યનું ગોચર તમને ઈનકમનું નવું સાધન પ્રદાન કરશે. આ સમયમાં માનસિક સુખોની પ્રાપ્તિ થશે. એટલું જ નહીં, વ્યક્તિને હૃદય સંબંધિત રોગોથી સતર્ક રહેવાની જરુરત છે.

વૃશ્ચિક રાશિ

આ રાશિના જાતકો માટે સમય શુભ છે. સ્વાસ્થ્ય પ્રતિ ધ્યાન રાખવું જરુરી છે. ઘર-પરિવારમાં જે મતભેદ ચાલે છે તે દૂર થશે. દરેક કાર્ય સરળતાથી પૂર્ણ થશે.

આજનું રાશિફળ તારીખ 16 માર્ચ 2023 - Your Daily Horoscope Today March 16 2023