ગુજરાતી નવા વર્ષ 2080ના શુભેચ્છા અને મેસેજ


By Vanraj Dabhi14, Nov 2023 10:42 AMgujaratijagran.com

ગુજરાતીઓનું નવું વર્ષ

ગુજરાતીઓનું નવું વર્ષ તો દિવાળી પછીના દિવસે એટલે કે કારતક સુદ એકમના રોજ ઉજવવામાં આવે છે. જે વિક્રમ સાવંત ના પહેલા માસ કારતકનો પહેલો દિવસ છે. અંગ્રેજી કેલેન્ડર મુજબ આ વર્ષે ગુજરાતીઓ નું નવું વર્ષ 13 નવેમ્બર 2023 ને શુક્રવારે રોજ ઉજવવામાં આવશે.

ગયું વર્ષ ગમે તેવું ગયું હોય પણ આ વર્ષ તમને ગમે એવું જાય એવી શુભેચ્છાઓ.

મારા તથા મારા પરિવાર તરફ થી આપને તથા આપના પરિવારને નવા વર્ષની હાર્દિક શુભકામના.

આવનારું નવું વર્ષ આપના તથા આપના પરિવારજનો માટે સમૃધ્ધિમય, આરોગ્યપ્રદ તેમજ યશસ્વી

આપનું આ નવું વર્ષ આપ સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને આરોગ્ય રૂપી દિવાથી પ્ર

આપ સર્વેને નૂતન વર્ષની અંતઃકરણપૂર્વક શુભકામનાઓ સાથે નવા વર્ષના રામ રામ.

એક નવું વર્ષ તમારા જીવનને અમર્યાદિત રંગોથી સુશોભિત કરવાની રાહ જુએ છે!

વિશ્વના દરેક ખૂણે વસતા તમામ ગુજરાતી ભાઈ બહેનોને નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છા.

નવા વર્ષની શુભેચ્છાઓ

સુખનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે, ધનનું ભંડાર ભરેલું રહે, દુખ તમારા દ્વારને ભૂલતું રહે. ઈશ્વર આપને અને આપનાં પરિવારને સુખ,શાંતિ,સમૃદ્ધિ ,ઐશ્વર્ય અને તંદુરસ્તી આપે એવી શુભકામના સાથે નવું આવનારું વરસ આપના માટે ખૂબ ખૂબ લાભદાયી રહે એવી શુભેચ્છા…

નૂતન વર્ષાભિનંદન

મારા તથા મારા પરિવાર તરફ થી આપને તથા આપના પરિવારને દિવાળી અને નવા વર્ષ માં આપની તથા આપના પરિવારની સુખ, શાંતિ, સમૃધ્ધિમાં ઉત્તરો ઉત્તર વધારો થાય, દરેક ક્ષેત્ર માં પ્રગતિ થાય એવી હાર્દિક શુભકામના.

નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ

વીતી ગઈ દિવાળી લો આવ્યું પાછું નવું વર્ષ, નવા ઉમંગો ને નવલા સ્વપ્નો કાજે કરીયે ઉત્કર્ષ, ન ભૂલીએ જુના સબંધો એ તો હો જાણે વટવૃક્ષ, જુના એવાજ ઘટદાર એને છાંયડે શાતાનો સ્પર્શ.

આપને તથા આપના પરિવારને નૂતન વર્ષા ભિનંદન

નવા વર્ષ ના આપ સૌ ને વંદન, ડગલે ને પગલે આપ ને મળે ખુશી અને ચંદન, પ્રભુ તણા સ્પર્શ નું આપ ના જીવન માં રહે સ્પંદન, આપ ને તથા આપ ના પરિવાર ને નૂતન વર્ષા અભિનંદન.

ગ્લોઈંગ સ્કિન માટે એલોવેરાનો ઉપયોગ કેવી રીતે કરવો