મંગળવારના દિવસે વહેલી સવારે ઉઠી સ્નાન કરીને લાલ વસ્ત્રો પહેરો. પુરુષ આ પૂજા દરમિયાન સીવેલા વસ્ત્રો ધારણ ના કરે. ઘરના ઈશાન ખુણામાં હનુમાનજીની મૂર્તિ-તસ્વીર સ્થાપિત કરે. સાથે સીતા-રામની પણ તસ્વીર રાખે.
જે બાદ હાથમાં જળ લઈને ભગવાન આગળ વ્રત કરવાનો સંકલ્પ કરો. જે બાદ દીવો પ્રકટાવી ભગવાનની આરાધના કરો. હનુમાનજીને લાલ વસ્ત્ર, લાલ ફૂલ અને સિંદૂર અર્પણ કરો.
જે બાદ હનુમાન ચાલીસાના પાઠ કરો અને આરતી ઉતારો. હવે હનુમાનજીને ગોળ અને ચણાનો પ્રસાદ ધરાવો.
મંગળવારના દિવસે તમે સૂર્યોદય બાદ અને સૂર્યાસ્ત પહેલા પૂજા કરવી જોઈએ. જે પૂજા માટે શુભ મુહુર્ત માનવામાં આવે છે.
મંગળવારના વ્રતમાં તમે ગોળ અને ઘઉંનું ભોજન લઈ શકો છે. આ દિવે મીઠાનું સેવન કરવાની મનાઈ છે. આ દિવસે માત્ર ગળ્યું ભોજન જ લેવું જોઈએ.
આ દિવસે તમે લાલ ચંદનની માળાથી 108 વખત મંત્ર જાપ કરો. જેથી તમને શુભ ફળની પ્રાપ્તી થઈ શકે છે.
હનુમાનજીની પૂજા કરતાં સમયે સાફ-સફાઈનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. હનુમાનજીના ભક્તોએ આ દિવસે ભૂલથી પણ માસ-મદિરાનું સેવન ના કરવું જોઈએ, કારણ કે હનુમાનજીને બાલ બ્રહ્મચારી પણ કહેવાય છે.