ગુરુ પૂર્ણિમા દર વર્ષે અષાઢ મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. આ દિવસને મહર્ષિ વેદ વ્યાસજીની જન્મજયંતિ તરીકે પણ ઓળખવામાં આવે છે.
મહર્ષિ વેદ વ્યાસજીનો જન્મ આ દિવસે થયો હતો, તેમણે માત્ર મહાભારત જ નહીં, પરંતુ શ્રીમદ્ ભાગવત, અઢાર પુરાણો અને બ્રહ્મસૂત્ર જેવા અનેક મહાન ગ્રંથોની રચના કરી હતી.
આ વર્ષે ગુરુ પૂર્ણિમાની સાચી તારીખને લઈને કેટલાક લોકો મુંઝવણમાં છે કે તે 10 જુલાઈના રોજ છે કે 11 જુલાઈ. જાણો
અષાઢ મહિનાની પૂર્ણિમાની તિથિ 10 જુલાઈના રોજ ગુરુ પૂર્ણિમા ઉજવવામાં આવશે.
પૂર્ણિમા તિથિ રાત્રે 01:37 વાગ્યે શરૂ થઈને બીજા દિવસે એટલે કે 11 જુલાઈના રોજ રાત્રે 02:07 વાગ્યે સમાપ્ત થશે.
ગુરુ પૂર્ણિમા એ ગુરુ-શિષ્ય પરંપરાનો એક મહત્વપૂર્ણ ઉત્સવ છે. આ દિવસે લોકો પોતાના આધ્યાત્મિક, સામાજિક કે શૈક્ષણિક ગુરુઓનું સન્માન કરે છે, તેમના આશીર્વાદ મેળવે છે.