Rice Dhokla: 4 સ્ટેપમાં જાણો ચોખાના લાટના ઢોકળાની રેસીપી


By Jivan Kapuriya08, Oct 2025 12:26 PMgujaratijagran.com

ચોખાના ખાટા ઢોકળા

Rice Dhokla: આજે અમે ઘરે ચોખાના લોટમાંથી ઢોકળા બનાવવાની સરળ રેસીપી જણાવીશું જે એક ઉત્તમ વાનગી છે.

સામગ્રી

ચોખાનો લોટ, સોજી, દહીં, ખાંડ, તેલ, રાઈ, બેકિંગ સોડા, આખા લાલ મરચા, હિંગ,મીઠું સ્વાદ મુજબ, લીંબુનો રસ.

સ્ટેપ- 1

સૌ પ્રથમ એક બાઉલમાં ચોખાનો લોટ, રવો, દહીં, તેલ વગેરે ઉમેરીને બેટર બનાવો. હવે આ બેટરને ઢાંકીને 5-6 કલાક માટે રહેવા દો અથવા આખી રાત પણ રાખી શકો છો.

સ્ટેપ-2

હવે આથામાં એક ચપટી બેકિંગ સોડા નાખીને મિક્સ કરો અને પછી તેને ઢોકળાના વાસણમાં તેલ લગાવી પાથરી દો. પછી ઢોકળીયામાં લગભગ 10-15 મિનિટ સ્ટીમ કરો.

સ્ટેપ-3

ઢોકળા બરાબર પાકી ગયા પછી ગેસ બંધ કરી દો અને પ્લેટ બહાર કાઢી લો. પછી સ્પોન્જી થઈ જાય એટલે તેને પ્લેટમાં કાઢીને ઉપર લીંબુનો રસ છાંટીને ખાંડનું પાણી ગરમ કરીને ઉપર છાંટો.

સ્ટેપ-4

એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં રાઈ,લાલ મરચું,મીઠા લીમડાના પાન, હિંગ વગેરે નાખી તડકાને ઢોકળા ઉપર રેડી દો. તૈયાર છે ચોખાના લોટના ઢોકળા. તમે તેને લીલી,લાલ અને આમલીની ચટણી સાથે ગરમાગરમ સર્વ કરી શકો છો.

Easy paan mukhwas recipe - દિવાળીમાં 10 મીનીટમાં બનાવો મઝેદાર પાન મુખવાસ