કાઠીયાવાડમાં સાંજે વાળુ ટાણે એટલે કે ખીચડી-કઢી, બાજરીના રોટલા,પાપડ અથાણાં વગેરે ભોજન પીસરવામાં આવે છે, તમારે કાઠિયાવાડી સ્ટાઇલમાં ઘરે કઢી બનાવવી હોય તો નોંધી લો આ સરળ રીત. તેમાય દાદા-દાદી હોય એટલે તમામ રસોઈ ઉપરાંત કઢી તો હોય જ.
2 ગ્લાસ છાસ કે દહી ,2 ચમચી ચણાનો લોટ ,2 ગ્લાસ પાણી, 1 ચમચી મરચાની પેસ્ટ,1 ચમચી આદુની પેસ્ટ,1/2 ચમચી હળદર,1/4 ચમચી હિંગ,10 દાણા મેથી,1/2 ચમચી રાઈ અને જીરું,10 પાન મીઠો લીમડો,1 ચમચી સમારેલી કોથમીર,મીઠું સ્વાદ અનુસાર.
જો દહીં લીધું હોય તો એક બાઉલમાં દહીં અને ચણાનો લોટ લઈ તેમાં થોડું પાણી અને મીઠું ઉમેરી સારી રીતે મિક્સ કરી લો. નહીંતર છાસ સાથે મિશ્રણ બનાવો. ચણાના લોટથી ટેસ્ટ ગજબ આવશે.
એક કડાઈમાં તેલ ગરમ કરો અને તેમાં મેથીના દાણા, રાઈ, જીરુંનો વઘાર કરો.
હવે તેમાં હિંગ, આદું, મરચાં, લીમડાના પાન નાખીને સાંતળીને હળદર નાખીને કઢીનો વઘાર કરી લો. પછી તેને બરાબર ઉકળવા દો. આદુ ન ભાવતું હોય તો ન નાખશો.
હવે નીચે ઉતારી લો અને ગરમાગરમ કાઠિયાવાડી કઢી તૈયાર છે. રોટલી, ખીચડી સાથે સર્વ કરો. ગરમા ગરમ કઢી રોટલી સાથે પણ ખાવાની એટલી મજા આવે છે.
જો ગુજરાતી જાગરણની રેસિપી ગમી હોય તો શેર કરવાનું ભૂલશો નહીં. સમાચાર માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ ડોટ કોમ.