ગણેશ ચતુર્થી પર ગણપતિ મહારાજને ચૂરમાના લાડુનો પ્રસાદ ધરાવવામાં આવે છે, આજે અમે તમને ગોળના ચૂરમાના લાડુ બનાવવાની રીત જણાવીશું.
ઘઉંનો અધકચરો દળેલો લોટ, ગોળ, ઘી, પાણી, એલચી પાઉડર, બેસન, સોજી, ગરમ દૂધ, ડ્રાયફ્રૂટ્સ.
સૌ પ્રથમ એક બાઉલમાં ઘઉંનો લોટ લઈ તેમાં ઘીનું મોણ અને થોડું પાણી નાખીને મિક્સ કરી લો.
હવે લોટ જેમ મસળીને પછી તેના મૂઠીયા બનાવી લો.
હવે એક કડાઈમાં તેલ ગરમ કરી મુઠીયા તળી થોડી પછી તેને મિક્સ જારમાં નાખીને ભુકો બનાવી લો.
હવે એક પેનમાં ઘી ગરમ કરી તેમાં બેસન, રવો અને ડ્રાય ફ્રૂટ્સ નાખીને શેકી લો.
હવે એક વાસણાં ગોળ અને પાણી નાખી થોડો ગરમ કરી ગોળને ઓગાળીને એક મોટા વાસણમાં બધુ મિશ્રણ નાખી મિક્સ કરી લો.
મિશ્રણમાંથી ગોળ ચૂરમાના લાડુ વાળીને ગણેશજીને અર્પણ કરીને સર્વ કરી શકો છો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી અવનવી રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.