ટીંડોળાનું શાક ખાવામાં સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. કારણ કે ટીંડોળાની શાકભાજી પોષક તત્વોથી ભરપૂર હોય છે.
ટીંડોળામાં વિટામિન A, વિટામિન B1 અને કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ, ફોસ્ફરસ હોય છે.
ટીંડોળામાં રહેલ ફાઈબર પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે. જેથી ટીંડોળા ખાવાથી વજન સરળતાથી ઘટાડી શકે જાય છે.
ટીંડોળામાં વિટામિન સી હોય છે તેથી તેનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે.
ટીંડોળામાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે, તેથી ટીંડોળાનું સેવન પાચનક્રિયા સુધારવામાં મદદ કરે છે અને પાચન સંબંધી સમસ્યાઓ દૂર કરે છે.
ટીંડોળામાં બ્લડ પ્યુરિફાયર ગુણ હોય છે, તેથી ટીંડોળાનું સેવન લોહીને શુદ્ધ કરવામાં મદદ કરે છે.
ટીંડોળામાં એવા ઘણા ગુણો છે જે બ્લડ શુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. તેથી ડાયાબિટીસના દર્દીઓ ટીંડોળાનું સેવન ચોક્કસ કરવું જોઈએ.
ટીંડોળામાં હાજર તત્વો લીવરની કાર્યક્ષમતા વધારવામાં મદદ કરે છે, જેનાથી લીવર સંબંધિત રોગોનું જોખમ ઓછું થાય છે.
ટીંડોળામાં એન્ટિહાઇપરલિપિડેમિક ગુણ હોય છે, જે ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડીને હૃદય સંબંધિત બીમારીઓનું જોખમ ઓછું કરે છે.
ટીંડોળાનું સેવન કરવાથી લોહી શુદ્ધ થાય છે, જે ત્વચા સંબંધિત ઘણી સમસ્યાઓ દૂર કરે છે.