Green Tea Benefits: માત્ર વૅટ લૉસ માટે નહીં, ઘરના આ કામ માટે ઉપયોગ કરો ગ્રીન ટી


By Sanket M Parekh04, Feb 2025 03:58 PMgujaratijagran.com

પોષક તત્વોથી ભરપુર

ગ્રીન ટીનો ઉપયોગ વૅટ લૉસ માટે ખૂબ જ લોકપ્રિય છે. જેમાં અનેક જરૂરી પોષક તત્વો હોય છે, જે માત્ર વજન ઉતારવામાં મદદ કરવા સાથે જ સ્કિનને નિખારવા માટે પણ મદદરૂપ થઈ શકે છે. ગ્રીન ટીમાં રહેલ એન્ટી ઑક્સિડેન્ટ્સ અને વિટામિન તેને વધુ ફાયદેમંદ બનાવે છે.

5 કામ માટે ગ્રીન ટીનો ઉપયોગ

શું તમે જાણો છો કે, ગ્રીન ટીનો ઉપયોગ માત્ર સ્વાસ્થ્ય માટે જ નહીં, પરંતુ ઘરના અન્ય અનેક કામો માટે થઈ શકે છે. આજે અમે આપને ગ્રીન ટીના કેટલાક અનોખા ઉપયોગ વિશે જણાવીશું, જેનાથી તમે સ્વસ્થ રહેવા સાથે જ તમારી સુંદરતા પણ નિખરી શકે છે.

બારી-દરવાજાની સફાઈ

જો તમારા બારી-દરવાજા ગંદા થઈ ગયા હોય, તો ગ્રીન ટીની મદદથી તેને સરળતાથી સાફ કરી શકાય છે. આ માટે ગ્રીન ટી અને પાણીનો સ્પ્રે બનાવો અને તેને કાંચ પર છાંટો. જે બાદ સૂકા કપડાથી તેને લૂછી નાંખો. આમ કરવાથી તમારા બારી-દરવાજાના કાંચ ચમકી ઉઠશે.

ફૂટ સૉક તરીકે ઉપયોગ

ગ્રીન ટીનો ઉપયોગ ફૂટ સૉક બનાવવા માટે પણ કરી શકાય છે. જેના માટે ગ્રીન ટી અને ટી ટ્રી ઑઈલ મિક્સ કરીને તેમાં પગ પલાળીને રાખો. જે પગને સાફ રાખવા સાથે તેની સ્કિનને મુલાયમ બનાવશે. જેનાથી તમારો પગ ચમકી ઉઠશે. આ રીતે ગ્રીન ટીનો ઉપયોગ માત્ર સ્વાસ્થ્ય માટે જ નહીં, પરંતુ ઘરની સાફસફાઈ તેમજ સૌદર્ય નિખારવા માટે પણ થઈ શકે છે.

આંખોમાં બળતરા અને થાક

જો તમને આંખમાં થાક અને બળતરાનો અનુભવ થતો હોય તો ગ્રીન ટી એક ઉત્તમ ઉપાય થઈ શકે છે. આ માટે એક ગ્રીન ટી બેગને પાણીમાં પલાળીને ઠંડી કરી દો અને પછી તેને આંખની નીચે રાખો. જેનાથી તમારી આંખને તરત જ આરામ મળશે. આ ઉપરાંત આંખની આસપાસના સોજા ઉતરવા સાથે જ ડાર્ક સર્કલ પણ દૂર થઈ શકે છે.

ખીલની સમસ્યાથી છૂટકારો

જો આપને ખીલની સમસ્યા હોય તો ગ્રીન ટી કારગર ઉપાય નીવડી શકે છે. આ માટે ગ્રીન ટી બેગને થોડીવાર માટે ફ્રિઝમાં ઠંડી કરો અને પછી તેને 5 મિનિટ સુધી ચહેરા પર લગાવીને રાખો. ગ્રીન ટીમાં રહેલ એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી ઈમ્ફ્લેમેન્ટરી ગુણ સોજા ઉતારવા સાથે ખીલની સમસ્યાને દૂર કરે છે.

વાળને ડાઈ કરો

વાળને નેચરલ રીતે ડાઈ કરવાનું વિચારી રહ્યા હોવ, તો ગ્રીન ટી એક બેસ્ટ ઑપ્શન બની શકે છે. આ માટે સૂકા આમળામાં થોડી ગ્રીન ટી મિક્સ કરીને આખી રાત પલાળીને રાખો. બીજા દિવસે શેમ્પુ કર્યા બાદ વાળ પર લગાવો અને થોડા સમય સુધી એમ જ રાખો. જે બાદ સારી રીતે વાળ ધોઈ લો. આ મિશ્રણથી વાળ સિલ્કી બનવાની સાથે જ લાંબા અને મજબૂત બનશે. ગ્રીન ટીમાં રહેલ એન્ટી ઑક્સિડેન્ટ વાળને પોષણ આપવા અને ડેન્ડ્રફ દૂર કરવામાં પણ મદદ કરે છે.

Vitamin E Capsule: રાત્રે ચહેરા પર વિટામિન-ઇ કેપ્સ્યુલનું તેલ લગાવવાના ફાયદા