Indian Navy Day: આઝાદીથી હમણાં સુધી ભારતીય નૌસેનાનો સ્વર્ણિમ ઇતિહાસ


By Dharmendra Thakur04, Dec 2022 05:12 PMgujaratijagran.com

ભારતીય નૌસેના દિવસ દર વર્ષે 4 ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવે છે

આ પ્રસંગે નૌસેના પ્રમુખ એડમિરલ આર હરિ કુમારની સાથે સીડીએસ જનરલ અનિલ ચૌહાન, આઇએફ પ્રમુખ એર ચીફ માર્શલ વીઆર ચૌધરીએ રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પર શહીદોને શ્રદ્ધાંજલિ આપી

આ પ્રસંગે PM નરેન્દ્ર મોદીએ ટ્ટીટ કરીને નૌસેના કર્મચારીઓ અને તેમના પરીવારને નૌસેના દિવસની શુભકામનાઓ પાઠવી

ભારતમાં નૌસેના દિવસ દર વર્ષે 4 ડિસેમ્બરના રોજ ઉજવવા પાછળ ખાસ ઉપલબ્ધિ છે. 1971માં જ્યારે બાંગ્લાદેશની મુક્તિ માટે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું હતું

એ યુદ્ધના ઘટનાક્રમમાં 4 ડિસેમ્બરની તારીખે ભારતીય નૌસેનાએ પાકિસ્તાનના કરાચી નૌસૈનિક અડ્ડા પર હુમલો કરી તેને તબાહ કરી નાખ્યો હતો. આ સફળતાની યાદમાં આ દિવસ ઉજવવામાં આવે છે

ભારતીય નૌસેનાની સ્થાપના ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ 1612માં કરી હતી જેને પછી રૉયલ ઇન્ડિયન નેવીનું નામ આપવામાં આવ્યું અને આઝાદી પછી 1950થી ભારતીય નૌસેના નામ આપવામાં આવ્યું&

21 ઓક્ટોબર 1944ના રૉયલ ઇન્ડિયન નેવીએ પહેલી વખત નૌસેના દિવસ ઉજવ્યો હતો

ચૂંટણીના દરેક સમાચારથી સતત અપડેટ રહેવા અહીં ક્લિક કરો.

Niti Taylorએ ઝેબરા પ્રિન્ટ ડ્રેસમાં શેર કર્યો બ્યુટીફૂલ લુક