Ghee Side Effects: ઘી સાથે ભૂલથી પણ ના ખાશો આ વસ્તુ, સ્વાસ્થ્યને થશે નુકસાન


By Sanket M Parekh09, Feb 2025 03:57 PMgujaratijagran.com

પોષક તત્વો

ઘી આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદેમંદ હોય છે. જેમાં રહેલ પોષક તત્વો શરીરને ફિટ અને મગજને એક્ટિવ રાખવામાં મદદ કરે છે.

સ્વાસ્થ્ય માટે ઘી

ઘીમાં અનેક પ્રકારના વિટામિન્સ અને મિનરલ્સ મળી આવે છે. જે આપણા સ્વાસ્થ્ય માટે જરૂરી હોય છે. ઘીનો ઉપયોગ મોટાભાગના ઘરોમાં મીઠાઈ બનાવવામાં થતો હોય છે.

કઈ વસ્તુ સાથે ઘી ના ખાવું?

કેટલીક વસ્તુઓ સાથે ઘી ખાવું સ્વાસ્થ્ય માટે હાનિકારક નીવડી શકે છે. તો ચાલો જાણીએ કઈ વસ્તુ સાથે ઘી ખાવાથી ઝેરનું કામ કરે છે.

દહી અને ઘી

દહી સાથે ઘીનું સેવન કરવું સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે. ઘી ગરમ અને ઑઈલી હોય છે, જ્યારે દહીની તાસીર ઠંડી હોય છે. દહી અને ઘી એકસાથે ખાવાથી એસિડિટી થઈ શકે છે.

ઘી અને ફિશ

ઘી સાથે ફિશ ખાવી સ્વાસ્થ્ય માટે હાનિકારક નીવડી શકે છે. આ બન્નેના કૉમ્બિનેશનથી પાચન સબંધિત સમસ્યા વકરી શકે છે.

ઘી અને મધ

આયુર્વેદ અનુસાર, ઘી અને મધ ક્યારેય પણ એકસાથે ના ખાવા જોઈએ. આ બન્નેને એકસાથે ખાવાથી શરીરમાં ટૉક્સિક પદાર્થ વધી જાય છે.

ઘી અને ચા

આજકાલ ચામાં ઘી નાંખીને પીવાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. જો કે આયુર્વેદ અનુસાર, ચા અને ઘીને એકસાથે પીવાથી પાચન તંત્રને નુકસાન પહોંચી શકે છે.

Weight Loss: ફેટ કટર છે આ બે ડ્રાય ફ્રૂટ્સ, એક મહિનામાં ફ્લેટ થઈ જશે બહાર નીકળેલું પેટ